/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/maxresdefault-159.jpg)
સુકાયેલી ધરા અને જળાશયોએ પાણીનું મહત્વ ગત ઉનાળાએ જનજીવનને સમજાવ્યું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના જન્મદિવસે કરીને પાણીની ઉપયોગીતા અને મહત્વતા માટે નર્મદા નીરના વધામણાં કર્યા હતા. નવસારીમાં પણ કાવેરી નદીના કાંઠે આરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતાં.
હાલ આ વર્ષે ચોમાસાની સિઝન દરમ્યાન રાજ્યભરમાં તમામ નદી નાળાઓ નવા નીરથી છલકાઇ ગયા છે, ત્યારે નવસારી જીલ્લામાં કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ કાવેરી નદી કાંઠે નીરના વધામણાં કર્યા હતા. નર્મદા ડેમ ખાતે પાણીની સપાટી ૧૩૮ મીટર જેટલી થતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના જન્મદિવસ નિમિતે લોકમાતા નર્મદાના વધામણાં કર્યા હતા. જે સાથે રાજ્યની તમામ નદીઓનું પૂજન કરીને વધામણાં થાય તે માટે કેબિનેટ મંત્રી અને નિગમોના ચેરમેન દ્વારા ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે,ઉનાળામાં રાજયમાં વિવિધ વિસ્તારોમાં પીવાના તથા સિંચાઇના પાણીની તંગીની સ્થિતિ જોવા મળી હતી.