New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/28172247/maxresdefault-340.jpg)
ગુજરાત
સરકારના મનસ્વીભર્યા શાળા મર્જ કરવાના નિર્ણય સામે કોંગ્રેસ અને આદિવાસી સમાજના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. જેમાં નવસારી જિલ્લાની 150 અને ચીખલી તાલુકાની 59 શાળાઓને મર્જ કરવાના નિર્ણયને લઈને વાંસદાના ધારાસભ્યની
આગેવાની હેઠળ આદિવસીઓએ રેલી યોજી ચીખલી મામલતદારને આવેદન પાઠવ્યું હતું.
મધ્યમ વર્ગના પરિવારમાંથી આવતા
વિદ્યાર્થીઓને પોતાના ગામમાં જ પ્રાથમિક શિક્ષણ મળી રહે તેવું વાતવરણ બંધાયું
હતું. પરંતુ રાજ્ય સરકારે શાળા મર્જ કરવાના નિર્ણય સામે આદિવાસી વિદ્યાર્થીઓ વિમુખ
થઈ જવાના ભયને કારણે સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. આદિવાસી સમાજના લોકોએ સરકાર વિરુદ્ધ સુત્રોચાર કરી વિશાળ રેલી યોજી હતી. વાંસદાના ધારાસભ્યએ હાજરી આપી રાજ્ય
સરકાર સામે બાયો ચઢાવી સરકાર શાળાઓ મર્જ કરવાનો નિર્ણય બદલે અને આદિવાસી બાળકોને ન્યાય મળે તેવી રજુઆત કરી હતી.
Related Articles
Latest Stories
/connect-gujarat/media/media_files/2024/12/03/U5rdan4jb6oOPXCkPM3h.jpg)
LIVE