અંકલેશ્વર: તાલીમાર્થી બહેનોને સાધન સહાય અને પ્રમાણપત્રનું કરાયું વિતરણ

ડેક્કન ફાઇન કેમિકલ્સ અંકલેશ્વર અને રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તાલીમ વર્ગ ચલાવવામાં આવે છે.

New Update
અંકલેશ્વર: તાલીમાર્થી બહેનોને સાધન સહાય અને પ્રમાણપત્રનું કરાયું વિતરણ

ડેક્કન ફાઇન કેમિકલ્સ અંકલેશ્વર અને રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંકલેશ્વર તાલુકાનાં વિવિધ ગામોમાં સિવણ તાલીમ વર્ગ,બ્યુટી પાર્લર તાલીમ વર્ગ ચલાવવામાં આવે છે.જે તાલીમ વર્ગમાં તાલીમ મેળવનાર તાલીમાર્થીઓને અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ દલાભાઈ ટ્રાન્સપોર્ટના સામેના ટ્રસ્ટના કાર્યાલય ખાતે હિમાલયા મશીનરી કંપનીના ચેરમેન રશ્મિ શાહ, ડાયરેક્ટર રોહન શાહના હસ્તે સિલાઈ મશીન,બ્યુટી પાર્લર કીટ સહિત પ્રમાણ પત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. હરેશભાઈ શાહ, ડેક્કન ફાઇન કેમિકલ્સ કંપનીના સાઇટ હેડ પરાગ શાહ તેમજ તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.ડેક્કન ફાઇન કેમિકલ્સ અંકલેશ્વર અને રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંકલેશ્વર તાલુકાનાં વિવિધ ગામોમાં સિવણ તાલીમ વર્ગ,બ્યુટી પાર્લર તાલીમ વર્ગ ચલાવવામાં આવે છે.