બનાસકાંઠા : ડીસામાં થયેલી રૂ. 80 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, રોકડ-પિસ્તોલ સાથે 7 શખ્સોની ધરપકડ

6 મહિના અગાઉ આ શખ્સોએ આંગડિયા પેઢીમાં કામ કરતાં માણસોની રેકી કરી હતી. અને ત્યારબાદ રૂ. 80 લાખની લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો એલસીબી, એસઓજી સહિતની ટીમો પણ તપાસ કાર્યમાં જોડાય હતી

New Update

ડીસામાં આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી થઈ હતી લૂંટ

હવાલાના રૂ. 80 લાખની થયેલી લૂંટનો ભેદ પોલીસે ઉકેલ્યો

7 લૂંટારુઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

રૂ. 46 લાખથી વધુની રોકડપિસ્તોલ-કારતુસ જપ્ત કરાયા

લોકોની રેકી કરી લૂંટને અંજામ આપતા હતા લૂંટારુ : પોલીસ

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં આંગડિયા પેઢીના હવાલાના રૂ. 80 લાખની થયેલી લૂંટનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. પોલીસે રૂ. 46 લાખથી વધુની રોકડપિસ્તોલ અને કારતુસ સહિત 7 લૂંટારુઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં લાલ ચાલી ત્રણ રસ્તા પાસે રિવોલ્વરના નાળચે આંગડિયા પેઢીના હવાલાના રૂ. 80 લાખની લૂંટની ઘટના બની હતી. ડીસા શહેરમાં જૂની કોર્ટની સામે રાજ ઝેરોક્ષની પાછળ આવેલા કોમ્પ્લેક્સમાં એમ.એચ. આંગડિયા પેઢી ધરાવતા ટીના રાજપૂતના ઘરેથી તેમના ઓફિસ સ્ટફનો માણસ નિકુલ પંચાલ રૂ. 80 લાખ ઉપરાંતની રકમ લઈને ઓફિસ જવા નીકળ્યો હતોત્યારે વાડી રોડ થઈ લાલ ચાલી વિસ્તારમાંથી નીકળતા અજાણ્યા શખ્સોએ તેને આંતરી બંદૂક બતાવી મોપેડમાં આગળ રાખેલો પૈસા ભરેલો થેલો લઈને ફરાર થઈ ગયા હતા.

આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરતા ડીસા શહેર ઉત્તર તેમજ દક્ષિણ પોલીસની ટીમો દોડી આવી હતી. આ સાથે જ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણા પણ ડીસા દોડી આવ્યા હતાતેમજ એલસીબીએસઓજી સહિતની ટીમો પણ તપાસ કાર્યમાં જોડાય હતી. પોલીસ દ્વારા પ્રાથમિક તપાસમાં આંગડિયા પેઢીના સ્ટાફના માણસ નિકુલ પંચાલ તેમજ હરદીપ ઠાકોરની પણ ઉલટ પુછપરછ હાથ ધરવામાં આવી હતી.

જોકેતપાસના અંતે પોલીસે 7 લૂંટારુઓની ધરપકડ કરી રૂ. 46 લાખથી વધુની રોકડપિસ્તોલ સહિત કારતુસ જપ્ત કર્યા છે. 6 મહિના અગાઉ આ શખ્સોએ આંગડિયા પેઢીમાં કામ કરતાં માણસોની રેકી કરી હતી. અને ત્યારબાદ રૂ. 80 લાખની લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતોત્યારે હાલ તો અન્ય એક ફરાર આરોપીની ધરપકડના પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Latest Stories