મહેસાણામાં પાડોશીઓ વચ્ચે ફટાકડા ફોડવા બાબતે ઝઘડામાં થયુ ફાયરિંગ,એક મહિલાનું મોત

નજીવી બાબતે થયેલા ઝઘડામાં પાંચ રાઉન્ડ ફાયરિંગ થયું હતું.જેમાં ફાયરિંગ કરનારની પત્નીને ધક્કો લાગતા માથામાં ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું

author-image
By Connect Gujarat Desk
New Update
Mahesana Firing News

મહેસાણામાં નવા વર્ષની ઉજવણીની ખુશીનો તહેવાર દુઃખમાં ફેરવાઈ ગયો હતો.નવા વર્ષની રાત્રે ફટાકડા ફોડવાને લઈને પાડોશીઓ વચ્ચે બબાલ થઈ હતી.આ નજીવી બાબતે થયેલા ઝઘડામાં પાંચ રાઉન્ડ ફાયરિંગ થયું હતું.જેમાં ફાયરિંગ કરનારની પત્નીને ધક્કો લાગતા માથામાં ગંભીરઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા.આ મામલે પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ છે.

જાણવા મળતી માહિતી અનુસાર મહેસાણામાં અભિનવ બંગ્લોઝમાં નવા વર્ષની રાત્રે ફટાકડા ફોડવાને લઈને બે પાડોશી વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ આ પાડોશીઓ વચ્ચે ઝપાઝપી થઈ જેમાં ફટાકડા ફોડી રહેલા ભગીરથ સિંહનો વિરોધ પાડોશમાં રહેતા નાયક બંકેશના પરિવારે કર્યો હતો.

આ દરમિયાન મારામારી પણ થઈ હતી.ત્યારબાદ ભગીરથસિંહ રાણાએ પાંચથી છ રાઉન્ડ જેટલા ફાયર કર્યા હતા.જેમાંથી બે ગોળી સામેના નાયક પરિવારના બે સભ્યોને વાગતા તેઓને ઈજા પહોંચી હતી.જ્યારે ઝપાઝપીમાં ભગીરથસિંહનાં66 વર્ષીય પત્ની સુધાબેનને ધક્કો લાગ્યો હતો.અને તેમને માથામાં ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું.

આ ઘટનાના પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં મહેસાણા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. વૃદ્ધાના મોતનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે અને આરોપી પાસેથી બે રિવોલ્વર કબજે કરી છે.