જામનગર : મોતને સામે આવતું જોઈ યુવાને "ટ્રેન"ને રોકવાનો કર્યો પ્રયાસ, જુઓ વાયરલ વિડીયો

જામનગર શહેરના હરિયા કોલેજ વિસ્તારમાંથી પસાર થતા રેલવે ટ્રેક પરનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

New Update
જામનગર : મોતને સામે આવતું જોઈ યુવાને "ટ્રેન"ને રોકવાનો કર્યો પ્રયાસ, જુઓ વાયરલ વિડીયો

જામનગર શહેરના હરિયા કોલેજ વિસ્તારમાંથી પસાર થતા રેલવે ટ્રેક પરનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. રેલવે ટ્રેક પર બાઇક ફસાઈ જતાં તેને કાઢતા સમયે જ ટ્રેન આવી હતી અને ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. અંતિમક્ષણોમાં યુવક ટ્રેક પરથી દૂર થતા તેનો જીવ બચ્યો હતો. તો બીજી તરફ મોટર સાયકલના ભુક્કા નીકળી ગયા હતા.

મળતી માહિતી અનુસાર, હરિયા કોલેજ વિસ્તારમાંથી પસાર થતા રેલવે ટ્રેક પર ટ્રેન પુરપાટ ઝડપે આવી રહી હતી. તો બીજી તરફ રેલવે ક્રોસિંગ વગર જ રેલવે ટ્રેક પસાર કરતી સમયે બાઈક ફસાતા યુવક તેનું બાઈક સલામત રીતે બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ટ્રેનનો ચાલક દૂરથી જ વ્હીસલ લગાવી રહ્યો હતો તેમ છતા યુવક પોતાનું બાઈક કાઢવામા મશગૂલ હતો. અને હાથ ઊંચો કરીને બસ ની જેમ ટ્રેન રોકવાનો ઈશારા કરતો જોવા મળી રહ્યો છે.

યુવકે હાથ ઊંચો કરી ટ્રેન રોકવાનો પ્રયાસ તો કર્યો. પરંતુ ટ્રેન આગળ ધસી આવતા અંતિમક્ષણોમાં યુવક ટ્રેકની બાજુમાં કૂદકો મારી જતો રહ્યો હતો. જેના કારણે તેનો બચાવ થયો હતો. તો બીજી તરફ મોટર સાયકલ ટ્રેન હેઠળ આવી જતા ભુક્કા નીકળી ગયા હતા.

Latest Stories