તસ્કરોનો મંદિરોમાં “હાથફેરો” : સાબરકાંઠા-પ્રાંતિજના મજરામાં તસ્કરોએ 2 મંદિરમાંથી રૂ. 4.56 લાખના મત્તાની ચોરી કરી...

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ગામમાં આવેલા દિપેશ્વરી માતાજી મંદિર અને પરચાધારી હનુમાનજી મંદિરમાં રાત્રિ દરમિયાન તસ્કરો ચોરી કરી નાસી ગયા હતા. માતાજીના મંદિરમાં સોના-ચાંદીના છત્તર, દાનપેટી સહિત રૂ. 4.56 લાખની મત્તાની ચોરીની ફરિયાદ નોંધાય છે.

New Update

મળતી માહિતી અનુસાર, સાબરકાંઠાના પ્રાંતિજના મજરા ખાતે 2 મંદિરોમાંથી તસ્કરો સોના ચાંદીના દાગીના સહિત કુલ રૂ. 4.56 લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં મજરાના હરગોવિંદ પટેલે નોંધાવેલ ફરિયાદ મુજબ પ્રાંતિજ તાલુકાના મજરા ગામમાં મંગળવારની રાતથી વહેલી પરોઢ દરમિયાન તસ્કરોએ 2 મંદિરના તાળા તોડી પરચાધરી હનુમાનજી મંદિરમાંથી ચાંદીનું સિંહાસન રૂ. 87,200, ચાંદીનું છત્ર રૂ. 20 હજાર, સીસીટીવી કેમેરાનું 1 ડીવીઆર રૂ. 15 હજાર, રોકડ રકમ રૂ. 5 હજારની ચોરી કરી હતી, જ્યારે દીપેશ્વરી માતાજીના મંદિરમાંથી ચાંદીના નાના મોટા 52 છત્રો રૂ. 17,4000, ચાંદીની પાદુકાઓ 2 નંગ રૂ. 18,000, ચાંદીના પારણા નંગ 10 રૂ. 43,000, ચાંદીના ગ્લાસ આશરે રૂ. 4,300, ચાંદીની મગમાળા રૂ 2,000, સોનાનું છત્ર એક આશરે રૂ. 33,000, સોનાનું મંગલસૂત્ર એક રૂ. 33,000, એક તલવાર રૂ. 1,000, સીસીટીવી કેમેરાનું ડીવીઆર રૂ. 15,000, દાનની રોકડ રકમ રૂ. 6,000 મળી બન્ને મંદિરોમાંથી રૂ. 4,56,500 લાખના મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા, ત્યારે પ્રાંતિજ પોલીસે ગુનો નોંધી FSL તેમજ ડોગ સ્કોર્ડની મદદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.

તો બીજી તરફ, પ્રાંતિજ પોલીસ દ્વારા રાત્રીના સમયે પેટ્રોલિંગ સઘન કરવાની માંગ પણ ઉઠવા પામી છે.

Latest Stories