Connect Gujarat
સમાચાર

નુસરત જહાંએ નિખિલ જૈન સાથે તોડ્યા સબંધ: કહ્યું - વિદેશી ધરતી પર થયેલા લગ્ન ભારતમાં માન્ય નથી, પછી છૂટાછેડાની વાત જ ક્યાં?

નુસરત જહાંએ નિખિલ જૈન સાથે તોડ્યા સબંધ: કહ્યું - વિદેશી ધરતી પર થયેલા લગ્ન ભારતમાં માન્ય નથી, પછી છૂટાછેડાની વાત જ ક્યાં?
X

નુસરતે એક નિવેદનમાં કહ્યું હતું કે, "વિદેશી જમીન પર હોવાને કારણે, તુર્કી મેરેજ રેગ્યુલેશન્સ મુજબ અમારું લગ્ન અમાન્ય છે. કારણ કે તે બે ધર્મોના લોકો વચ્ચે થયેલા લગ્ન છે, તેથી ભારતમાં તેને કાનૂની માન્યતા આપવાની જરૂર હતી પરંતુ તે થયું નહીં. તો છૂટાછેડાનો સવાલ ઉભો થતો નથી. કાયદાકીયરૂપે આ લગ્ન માન્ય નથી પણ એક લીવ-ઇન રિલેશનશિપ છે."

આટલું જ નહીં નુસરતે નિખિલ પર પૈસાની હેરાફેરીનો પણ આરોપ લગાવ્યો છે. નુસરતે કહ્યું હતું કે, નિખિલે તેની જાણકારી વગર તેના ખાતામાંથી પૈસા ઉપાડ્યા છે. ગેરકાયદેસર રીતે રાત્રે કોઈપણ સમયે મારા બેંક ખાતામાંથી પૈસા લીધા હતા. અમે અલગ થઈ ગયા પછી પણ તે ચાલુ છે.

નુસરતે વધુમાં કહ્યું કે, 'અમે ઘણા સમય પહેલા છૂટા પડી ગયા હતા, હું મારી પ્રાઈવેટ લાઇફને મારા પૂરતું જ રાખવા માંગતી હતી. મારું જે કઈ પણ હતું તે હજી તેની પાસે જ છે. મને એ જણાવતા દુ:ખ થાય છે કે મારા બધા પૂર્વજોના ઘરેણાં જે મારા કુટુંબના સભ્યોએ મને ભેટ આપી હતી તે પણ નિખિલ પાસે છે.

આ દરમિયાન નુસરતનું નામ બંગાળી અભિનેતા યશ દાસગુપ્તા સાથે જોડવામાં આવી રહ્યું છે. એવા અહેવાલો આવ્યા હતા કે નુસરત અને યશ વચ્ચે નિકટતા વધવા માંડી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નુસરત અને યશ તાજેતરમાં જ રાજસ્થાન પ્રવાસ પર સાથે હતા. તેઓએ સોશિયલ મીડિયા પર માત્ર તસવીરો જ પોસ્ટ કરી નહોતી, પરંતુ એકબીજાની પોસ્ટ પર પણ ટિપ્પણી કરી છે.

19 જૂન, 2019ના રોજ નુસરત જહાં અને નિખિલ જૈને લગ્ન કર્યા હતા. આ પહેલા બંનેએ એકબીજાને ડેટ કરી રહ્યા હતા. લગ્નની વિધિ તુર્કીમાં થઈ હતી જ્યાં ફક્ત પરિવાર અને મિત્રો હાજર હતા. બાદમાં દંપતીએ કોલકાતામાં એક રિસેપ્શનનું આયોજન કર્યું હતું. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ આ રિસેપ્શનમાં પહોંચ્યા હતા.

Next Story