Connect Gujarat
ગુજરાત

ઓખા બેટદ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટ સર્વિસના બર્થ ભાડામાં વધારાના નિર્ણયના વિરોધમાં અપાયું આવેદન

ઓખા બેટદ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટ સર્વિસના બર્થ ભાડામાં વધારાના નિર્ણયના વિરોધમાં અપાયું આવેદન
X

ઓખા બેટદ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટ સર્વિસના બર્થ ભાડા માં થયો વધારો ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા લેવાયેલ આ નિર્ણયના વિરોધ માં એક માસ બાદ ફેરબોટ સર્વિસ બંધ કરવાનો બોટ એસોસીએશન નો નિર્ણંય આજ રોજ જીએમબી ઓખા ખાતે આપ્યું આવેદન પત્ર

યાત્રાધામ દ્વારકાના દર્શન કરવા હજારો શ્રધાળુઓ આવે છે.ઓખા બંદર ની જે.ટી. પર થી ગુજરાત મેરી ટાઈમ બોર્ડ ઓખા સંચાલિત ફેરીબોટ સર્વિસ દ્વારા બેટ દ્વારકા જવું પડે છે.આ ફેરીબોટ સ્થાનિક લોકોની માલિકીની હોય છે.જે ગુજરાત મેરી ટાઈમ બોર્ડને બાર્થ ચાર્જીસ સાથે ૧૮ % જેટલો જી.એસ.ટી. ભરવો પડે છે.જે ફેરીબોટના કુલ વજન ઉપર ગણતરી કરી વસુલવામાં આવે છે.અત્યાર સુધી બર્થ ચાર્જીસ માં બોટના વજન એટલે કે ૧ ટન વજન ના રૂ ૪ હતા જે વધારીને ૧ ટન વજનના રૂ 95 જેટલા કરી નાખવામાં આવતા ફેરી બોટ માલિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.કારણકે અત્યાર સુધી બોટ માલિકોને અંદાજે એક બોટના વર્ષના રૂ 8500 જેટલો ચાર્જ બર્થ આવતો હતો તે હવે ૧૨ ગણું વધીને રૂ. 95 હજાર જેટલો ભરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

બેટ દ્વારકા અને ઓખા વચ્ચે આવી અંદાજે 175 બોટો ચાલે છે.એક બોટમાં ૪ થી ૫ કર્મચારી નો હિસાબે એક હાજર પરિવારની રોજી રોટી છીનવાઈ શકે તેમ છે.આ ભાવ વધારા સામે એસોસિએશન દ્વારા ઉગ્ર રોષ વ્યક્ત કર્યો જો આ ભાવ વધારો પાછો ખેચવામાં નહી આવે તો અહીની તમાંમ બોટો આવતા 30 દિવસ બાદ એટલે કે 07/06/2019 થી હડતાલ ઉપર ઉતરી જશે જેથી ઓખા અને બેટ દ્વારકા વચ્ચેનો તમામા વહીવટ અને આવક જાવક બંધ થઇ જશે.ત્યારે આજ રોજ ઓખા જીએમબી ને ફેરીબોટ એસોસિએશન બેટ દ્વારકા દ્વારા આવેદન પત્ર પાઠવ્યું અને એક માસ માં આનો યોગ્ય નિકાલ નહિ કરાય તો ફેરીબોટ સર્વિસ બંધ કરી દેવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

Next Story