• પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે સુંદર આયોજન કરાયું

  • આધ્યાત્મિકતા અને ભક્તિભાવનું અનોખું દૃશ્ય સર્જાયું

  • પ્રસાદ સોસાયટીમાં રહેતા પટેલ પરિવારની અતૂટ શ્રદ્ધા

  • 7 પવિત્ર ધાનમાંથી શ્રીનાથજીની આકર્ષક પ્રતિમા બનાવી

  • સમાજ સુધી ધાર્મિક શ્રદ્ધા અને સંસ્કૃતિનો સંદેશ પહોંચાડ્યો 

ભરૂચ શહેરની પ્રસાદ સોસાયટી સ્થિત મકાન નં. એ-47માં રહેતા પટેલ વેલજીભાઈ કાનજીભાઈના પરિવારમાં આધ્યાત્મિકતા અને ભક્તિભાવનું અનોખું દૃશ્ય સર્જાયું હતું. દક્ષાબેન પટેલ દ્વારા પવિત્ર પુરુષોત્તમ માસ દરમ્યાન એક માસના ઉપવાસ અંતર્ગત ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન સહ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખાસ કરીને 7 પવિત્ર ધાનમાંથી અતિ આકર્ષક અને ભવ્ય શ્રીનાથજીની પ્રતિમા તૈયાર કરવામાં આવી હતી. જે ભક્તજનો માટે આસ્થાનું કેન્દ્ર બની હતી. 

પ્રતિમાના દર્શન માટે ઉપસ્થિત લોકોએ ભાવભીની પ્રાર્થનાઓ અર્પી હતી. આ સાથે વિઘ્નહર્તા ગણેશજી તથા મહાલક્ષ્મીજીની વિધિવત પૂજા-અર્ચના અને આરતી કરવામાં આવી હતી. વૈદિક મંત્રોચ્ચાર અને ભક્તિમય વાતાવરણ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં સુખ-શાંતિસમૃદ્ધિ અને પરિવારના કલ્યાણ માટે પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. પુરુષોત્તમ માસના પવિત્ર અવસરે દક્ષાબેન પટેલની આરાધના અને ઉપવાસે સમાજ સુધી ધાર્મિક શ્રદ્ધા અને સંસ્કૃતિનો સુંદર સંદેશ પહોંચાડ્યો છે.