BSNLએ ઘટાડ્યો 600GB ડેટા પ્લાનની કિંમત, આ પ્લાનમાં મળશે ઘણા ફાયદા.!

BSNL એ તેના યુઝર્સ માટે એક પ્લાનની કિંમતોમાં ઘટાડો કર્યો છે. કંપની દિવાળી ઓફર હેઠળ ગ્રાહકોને સસ્તા રિચાર્જ પ્લાન ઓફર કરી રહી છે.

New Update
a

BSNL એ તેના યુઝર્સ માટે એક પ્લાનની કિંમતોમાં ઘટાડો કર્યો છે. કંપની દિવાળી ઓફર હેઠળ ગ્રાહકોને સસ્તા રિચાર્જ પ્લાન ઓફર કરી રહી છે. દિવાળી વીતી ગઈ હોવા છતાં ટેલિકોમ કંપનીઓ ઓફરોનો વરસાદ કરી રહી છે. સરકારની માલિકીની કંપની BSNL આ મામલે સૌથી આગળ છે.

યુઝર્સ કંપનીના રૂ. 1999ના પ્રીપેડ પ્લાનને સસ્તી કિંમતે એક્ટિવેટ કરી શકે છે. ધ્યાનમાં રાખવા જેવું છે કે આ ઓફર મર્યાદિત સમય માટે આપવામાં આવી રહી છે. જો તમે આનો લાભ લેવા માંગતા હોવ તો ગ્રાહકોએ ઝડપથી કાર્યવાહી કરવી પડશે. ચાલો આ ઓફરની વિગતો જાણીએ.

BSNLની દિવાળી ઓફર

BSNLની દિવાળી ઑફર હેઠળ 1999 રૂપિયાના પ્લાન પર 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જે પછી પ્લાનની અસરકારક કિંમત 18,999 રૂપિયા રહે છે. આ ઓફર મર્યાદિત સમય માટે આપવામાં આવી રહી છે. તેનો લાભ 7 નવેમ્બર સુધી જ મેળવી શકાશે. કંપનીએ તેની શરૂઆત 28 ઓક્ટોબરથી કરી હતી.

કયા લાભો ઉપલબ્ધ છે?

આ પ્લાનમાં ઉપલબ્ધ ફાયદા વિશે વાત કરીએ તો, કુલ 600 GB ડેટા 365 દિવસની વેલિડિટી માટે રોલઆઉટ કરવામાં આવે છે. આ સાથે, અનલિમિટેડ વૉઇસ કૉલિંગ અને દરરોજ 100 SMS મોકલવાની સુવિધા ઉપલબ્ધ છે. આ પ્લાન એવા લોકો માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે જેઓ સિમ એક્ટિવ રાખવા માટે સસ્તું પ્લાન શોધી રહ્યા છે. આ પ્લાનમાં તમામ લાભો ઉપલબ્ધ છે અને અન્ય કંપનીઓની સરખામણીમાં કિંમત પણ ઓછી છે.

Read the Next Article

સામાન્ય લોકોની સુવિધા માટે IRCTCએ ડિલીટ કર્યા 2.5 કરોડ એકાઉન્ટ

IRCTC દ્વારા હાલમાં જ 2.5 કરોડ એકાઉન્ટને ડિલીટ કરવામાં આવ્યા છે. આ એકાઉન્ટ ડિલીટ કરવા માટેનું કારણ સામાન્ય લોકોને ટિકિટ બુક કરવામાં સુવિધા રહે એ છે.

New Update
irctc

IRCTC દ્વારા હાલમાં જ 2.5 કરોડ એકાઉન્ટને ડિલીટ કરવામાં આવ્યા છે. આ એકાઉન્ટ ડિલીટ કરવા માટેનું કારણ સામાન્ય લોકોને ટિકિટ બુક કરવામાં સુવિધા રહે એ છે.

IRCTC છેલ્લા ઘણા મહિનાથી યુઝર્સની સુવિધા માટે ઘણા પગલાં ભરતી આવી છે. તેમણે તત્કાલ બુકિંગના નિયમમાં પણ બદલાવ કર્યો અને નવી એપ્લિકેશન પણ લોન્ચ કરી.

IRCTC દ્વારા સાફ-સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ હેઠળ જેટલા પણ ફેક એકાઉન્ટ્સ હતાં, એને ડિલીટ કરવામાં આવ્યાં છે. તેમ જ તત્કાલ ટિકિટને વારંવાર એક કરતાં વધુ બુક કરનાર અને એને વધુ કિંમતમાં વેચનારના પણ એકાઉન્ટને ડિલીટ કરવામાં આવ્યાં છે. આ માટે ઘણા એજન્ટ એક કરતાં વધુ ઈમેલ આઈડીનો ઉપયોગ કરતાં હતાં જે ખોટા હોય છે. આ સાથે જ IRCTC દ્વારા વધુ 20 લાખ એકાઉન્ટને અંડર રિવ્યૂ રાખ્યા છે.

IRCTC હવે શંકાસ્પદ બુકિંગને બ્લોક કરવા માટે AI નો ઉપયોગ કરી રહ્યું છે. ટિકિટ બુકિંગ માટે બોટ્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તેથી આ બોટ્સને પણ ઓળખી AI એને પણ બ્લોક કરશે. આ સાથે જ જુલાઈ 2025 થી IRCTC દ્વારા તત્કાલ ટિકિટ માટે આધાર OTP શરૂ કરી દીધું છે.

IRCTC દ્વારા તત્કાલ બુકિંગના નિયમમાં બદલાવ કરવામાં આવ્યા છે. પહેલાં એજન્ટ પણ સામાન્ય લોકોની સાથે ટિકિટ બુકિંગ કરી શકતા હતા. જોકે હવે તત્કાલ ટિકિટનો ટાઈમ શરૂ થાય ત્યારે પહેલા અડધા કલાક સુધી એજન્ટ બુકિંગ નહીં કરી શકે. તેથી સામાન્ય લોકોને પણ બુકિંગ માટે સમાન તક મળે એ માટે પગલાં લેવામાં આવ્યા છે.

IRCTC ની હાલમાં 90%થી વધુ બુકિંગ ઓનલાઈન એટલે કે ડિજિટલ પેમેન્ટના આધાર પર કરે છે, જેમાં કાઉન્ટરનો પણ સમાવેશ થાય છે. તેથી એમાં પણ છેતરપિંડી થઈ રહી હોવાથી IRCTC દ્વારા ઘણી વધુ સાઈબર ક્રાઈમની ફરિયાદ પણ કરી છે. આ અપરાધને રોકવા માટે IRCTC ખૂબ જ જોરમાં કામ કરી રહી છે. તેમ જ સામાન્ય લોકોની ટિકિટ વેઇટિંગ લિસ્ટમાં જશે અને એ આંકડો ખૂબ જ મોટો હશે તો તેમના માટે સ્પેશ્યલ ટ્રેન પણ શરૂ કરવામાં આવશે અથવા તો તેમને અન્ય ટ્રેનનો વિકલ્પ પણ આપવામાં આવશે.

 IRCTC Website | Indian Railways | accounts