કેન્દ્ર સરકારે ચંદ્રયાન-5 મિશનને મંજૂરી આપી, ISROએ આપી માહિતી

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો)ના અધ્યક્ષ વી નારાયણને રવિવારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ચંદ્રયાન-5 મિશનને મંજૂરી આપી દીધી છે. ISROના વડા

New Update
2025-02-13T115710Z_688319326_RC2PHAA18SVW_RTRMADP_3_INDIA-SPACE

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો)ના અધ્યક્ષ વી નારાયણને રવિવારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ચંદ્રયાન-5 મિશનને મંજૂરી આપી દીધી છે. ISROના વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ તેઓ બેંગલુરુમાં એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા.તેમણે કહ્યું- માત્ર ત્રણ દિવસ પહેલા જ અમને ચંદ્રયાન-5 મિશન માટે મંજૂરી મળી છે.

Advertisment

આમાં જાપાન આપણું સાથી બનશે. ચંદ્રયાન-3 મિશનમાં 25 કિલોગ્રામનું રોવર (પ્રજ્ઞાન) હતું, જ્યારે ચંદ્રયાન-5 મિશન ચંદ્રની સપાટીનો અભ્યાસ કરવા માટે 250 કિલોગ્રામનું રોવર લઈ જશે.ભવિષ્યના પ્રોજેક્ટ અંગે નારાયણને કહ્યું કે 2027 માં લોન્ચ થનારા ચંદ્રયાન-4 મિશનનો હેતુ ચંદ્રની માટીના નમૂનાઓ લાવવાનો છે. ગગનયાન સહિત અનેક મિશન ઉપરાંત અવકાશમાં ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન સ્થાપિત કરવાની યોજનાઓ ચાલી રહી છે.

Advertisment