/connect-gujarat/media/media_files/2025/07/28/bhupendra-patel-2025-07-28-16-34-13.jpeg)
ગુજરાત સરકારે 2025 થી 2030 સુધીના સમયગાળા માટે એક વ્યાપક AI અમલીકરણ યોજના જાહેર કરી છે. આ યોજના ડેટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ક્ષમતા નિર્માણ, R&D, સ્ટાર્ટઅપ સહાય અને સુરક્ષિત AI પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
વિશ્વપટલ પર AI ક્ષેત્રે ભારતની મજબૂત હાજરી બનાવવાના વડાપ્રધાનના દ્રષ્ટિકોણ સાથે સુસંગત, ગુજરાતે પણ AI અમલીકરણ માટે એક દૃઢ અને વ્યૂહાત્મક એક્શન પ્લાન જાહેર કર્યો છે.
મુખ્યમંત્રીએ ટેકનોલોજી આધારિત ગવર્નન્સ અને સામાજિક-આર્થિક વિકાસમાં ગુજરાતને અગ્રેસર બનાવવાનો દૃષ્ટિકોણ વ્યક્ત કર્યો હતો. આ અભિગમ અંતર્ગત 2024ના નવેમ્બરમાં સોમનાથમાં યોજાયેલી વાર્ષિક ચિંતન શિબિરમાં તેમણે રાજ્ય સરકારના તમામ વિભાગોમાં AI નો વ્યાપક ઉપયોગ કરવાની જાહેરાત કરી હતી.
તેના અનુસંધાને 10 તજજ્ઞ સભ્યોની AI ટાસ્કફોર્સની રચના કરી ગઈ હતી. તેમની ભલામણોને આધારે 2025 થી 2030 સુધીનો AI અમલીકરણનો એક્શન પ્લાન મંજૂર કરવામાં આવ્યો છે.
એક્શન પ્લાનના મુખ્ય હાઇલાઈટ્સ:
ટાઈમબાઉન્ડ બ્લુપ્રિન્ટ:રાજ્ય સરકારની કામગીરીમાં અદ્યતન AI ક્ષમતાઓનો સમાવેશ થશે.
છ મુખ્ય પિલ્લર પર આધારિત રોડમેપ:
ડેટા:સુરક્ષિત, ઈન્ટરઓપરેબલ અને નિયમનકારક ડેટા ઈકોસિસ્ટમ.
ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર:ટિઅર-2, ટિઅર-3 શહેરોમાં AI ફેક્ટરીઓ અને AIRAWAT જેવી નેશનલ સુવિધાઓ.
કેપેસિટી બિલ્ડિંગ:2.5 લાખથી વધુ વિદ્યાર્થીઓ, MSME અને સરકારી કર્મચારીઓને AI અને ML તાલીમ.
R&D અને યુઝ-કેસિસ:વિભાગો માટે સ્પેસિફિક AI સોલ્યુશન્સ વિકસાવાશે.
સ્ટાર્ટઅપ ફેસેલિટેશન:ઈન્ક્યુબેશન, માર્ગદર્શન, સીડ ફંડિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ.
સેફ એન્ડ ટ્રસ્ટેડ AI:AI ઓડિટ, ગાઈડલાઈન્સ અને રિસ્ક મેનેજમેન્ટ સ્ટ્રેટેજી.
અમલીકરણ અને ઇન્વોલ્વમેન્ટ:
સમર્પિતAI અને ડીપટેક મિશનની રચના થશે.
AI ડેટા રિપોઝીટરી,AI ફેક્ટરીઓ, વિભાગવાર પાયલોટ પ્રોજેક્ટ્સ શરૂ થશે.
વર્કફોર્સ સ્કીલિંગ માટે સ્કૂલો, કોલેજો અને ઉદ્યોગોને જોડશે.
હાલની પહેલો અને આવનારી પ્રવૃત્તિઓ:
ગુજરાતે ગિફ્ટ સિટી AI સેન્ટર ઓફ એક્સેલન્સ, AI ઇનોવેશન ચેલેન્જ, હાઈ પર્ફોમન્સ GPU ઈન્ફ્રાસ્ટ્રક્ચર, AI તાલીમ અને વર્કશોપ, તેમજ LLM (લાર્જ લેન્ગ્વેજ મોડલ) માટે સ્વદેશી એક્સપ્રેશન ઑફ ઇન્ટરેસ્ટ જેવી પહેલો શરૂ કરી છે.
CM Bhupendra Patel | Gujarat | AI Strategy Roadmap | Digital Transformation