ભારતના સૌથી અદ્યતન સંચાર ઉપગ્રહ GSAT 20ને આજે SpaceXના ફાલ્કન 9 રોકેટની મદદથી અવકાશમાં સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો છે.SpaceXની માલિકી પીઢ ઉદ્યોગપતિ એલોન મસ્કની છે.આ સેટેલાઈટ અમેરિકાના ફ્લોરિડામાં કેપ કેનાવેરલથી લોન્ચ કરવામાં આવ્યો હતો.
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) ની વ્યાપારી શાખા ન્યુ સ્પેસ ઈન્ડિયા લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રાધાકૃષ્ણન દુરાઇરાજે જણાવ્યું હતું કે પ્રક્ષેપણ સફળ રહ્યું હતું.
GSAT-20 એટલે કે GSAT N-2 સેટેલાઇટ દૂરના વિસ્તારોમાં બ્રોડબેન્ડ સેવાઓ અને પેસેન્જર એરક્રાફ્ટને ફ્લાઇટમાં ઇન્ટરનેટ પ્રદાન કરશે.હવે આંદામાન, નિકોબાર અને લક્ષદ્વીપ જેવા દૂરના પ્રદેશોમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી સરળતાથી મળી શકશે. ઇસરોના ચીફ એસ સોમનાથે જણાવ્યું હતું કે ‘GSAT 20 ની મિશન લાઈફ 14 વર્ષ છે.
ભારતનું પોતાનું રોકેટ લોન્ચ વ્હીકલ માર્ક-3 અંતરિક્ષમાં માત્ર 4,000 કિલોગ્રામ વજનના ઉપગ્રહો મોકલી શકે છે. પરંતુ GSAT-N2નું વજન 4,700 કિગ્રા છે, જે ખૂબ જ ભારે છે. તેથી, ઈસરોએ અમેરિકન કંપની સ્પેસએક્સની મદદ લેવાનું નક્કી કર્યું હતું.