/connect-gujarat/media/media_files/2025/08/26/apple-stores-2025-08-26-12-49-46.jpg)
દુનિયાની સૈથી મોટી ટેક કંપની એપલ ભારતમાં તેનો વ્યાપ વધારી રહી છે.
આજે મંગળવારે કંપનીએ ભારતના તેના ચોથા રિટેલ સ્ટોરની જાહેરાત કરી છે. એપલે પુણેના કોરેગાંવ પાર્કમાં રીટેલ સ્ટોર શરુ કરવાની જાહેરાત કરી છે. iPhone 17ની સિરીઝનું લોન્ચિંગ ટૂંક સમયમાં જ થવાનું છે. ત્યારે પુણેમાં રહેતા એપલના ચાહકો ઉત્સાહિત છે.
નોંધનીય છે કે હજુ થોડા દિવસો પહેલા બેંગલુરુના હેબ્બલમાં એપલ સ્ટોરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જે દેશમાં એપલનો ત્રોજો રીટેલ સ્ટોર છે. હવે કંપનીએ ચોથો સ્ટોર પુણેમાં ખોલવાની જાહેરાત કરી છે, હવે પુણેના એપલ ગેજેટ ચાહકો સીધા એપલ સ્ટોરમાંથી i Phone, I Pad, Mac book, Apple watch ખરીદી શકશે. આ એપલ ડિવાઈસીસ માટે ઓફિશિયલ સપોર્ટ એન્ડ સર્વિસ મેળવી શકશે.
પુણેનો સ્ટોર 4 સપ્ટેમ્બર ગુરુવારના રોજ બપોરે 1 વાગ્યે ખુલશે. પુણે અને બેંગલુરુ એપલનો સ્ટોર મોર પીંછની થીમ પર આધારિત હશે, કેમ કે મોર ભારતની સંસ્કૃતિ પ્રતીક છે અને રાષ્ટ્રીય પક્ષી છે. પુણે અવાજોથી પ્રેરિત એક નવી એપલ મ્યુઝિક પર પ્લેલિસ્ટ તૈયાર કરવામાં આવી છે.
એપલે હજુ સુધી પુણે સ્ટોરની વિગતો જાહેર કરી નથી, પરંતુ કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે પુણેનો સ્ટોર 10,000 ચોરસ ફૂટમાં ફેલાયેલો હશે
પુણેમાં સ્ટોરની જાહેરાત કરતા કંપનીએ જણાવ્યું કે, “એપલ હેબ્બલ અને એપલ કોરેગાંવ પાર્ક ખાતે, ગ્રાહકો એપલની લેટેસ્ટ પ્રોડક્ટ લાઇનઅપ એક્ષપ્લોર કરી શકશે, નવા ફિચર્સનો અનુભવ કરી શકશે અને એક્ષ્પર્ટ, ક્રિએટિવ્સ, જીનિયસ અને ડેડીકેટેડ બિઝનેસ ટીમો સેથી સપોર્ટ મેળવી શકશે. ગ્રાહકો આ નવા સ્ટોર પર ટુડે એટ એપલ સેશન્સમાં પણ હાજરી આપી શકશે.”
iPhone 17 Series | Apple stores | Maharastra