/connect-gujarat/media/media_files/2025/06/23/irctc-2025-06-23-12-09-02.jpg)
હવે આધાર સાથે જોડાયેલા IRCTC એકાઉન્ટ્સમાંથી દર મહિને 24 ટ્રેન ટિકિટ બુક કરાવી શકાશે. આધાર વેરિફિકેશન વિના એકાઉન્ટ્સમાંથી ફક્ત 12 ટિકિટ બુક કરાવી શકાશે. 15 જુલાઈથી, તત્કાલ ટિકિટ બુક કરતી વખતે આધાર OTP વેરિફિકેશન પણ જરૂરી રહેશે.
1 જુલાઈ 2025થી તત્કાલ ટ્રેન ટિકિટ બુકિંગના નિયમોમાં મોટો બદલાવ થવાનો છે. હવે આ ટિકિટોનું બુકિંગ માત્ર આધાર ઓથેન્ટિકેશન દ્વારા જ શક્ય બનશે. IRCTCની વેબસાઇટ અને એપ પરથી તત્કાલ ટિકિટ બુક કરવા માટે યૂઝરને તેમના આધારને પોતાના IRCTC એકાઉન્ટ સાથે લિંક કરવું પડશે.
માત્ર તે મુસાફરો જ તત્કાલ ટિકિટ બુક કરી શકશે, જેમનું આધાર ઓથેન્ટિકેશન થયેલું હશે. આ બાબતને લઈને રેલવે દ્વારા 10 જૂનના રોજ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો.
માત્ર આટલું જ નહીં, 15 જુલાઈથી તત્કાલ ટિકિટ બુકિંગ વખતે આધાર આધારિત OTP વેરિફિકેશન પણ જરૂરી રહેશે. યાત્રિક ટિકિટ ઓનલાઈન બુક કરે, કાઉન્ટર પરથી લે કે એજન્ટ દ્વારા બુક કરાવે, તમામ સ્થિતિમાં તેને એ સુનિશ્ચિત કરવું પડશે કે તેનો મોબાઇલ નંબર આધાર સાથે લિંક અને એક્ટિવ હોય.
IRCTC યૂઝર IDને આધાર સાથે કેવી રીતે ઓથન્ટિકેટ કરશો?
- www.irctc.co.in પર જાઓ અથવા IRCTC Rail Connect એપ ખોલો.
- તમારા લોગિન ક્રેડેન્શિયલ્સનો ઉપયોગ કરીને લોગિન કરો.
- હવે ‘My Account’ વિભાગમાં જાઓ અને ‘Authenticate User’ વિકલ્પ પસંદ કરો.
- ત્યારબાદ ઓથન્ટિકેટ યુઝર પેજ ખુલશે, જ્યાં તમારે પ્રોફાઇલ વિગતો ભરવાની રહેશે.
- હવે 12-અંકનો આધાર નંબર અને વર્ચ્યુઅલ ID દાખલ કરો. ત્યારબાદ ‘Verify Details and Receive OTP’ બટન પર ક્લિક કરો.
- આધાર સાથે લિંક મોબાઇલ નંબર પર આવેલ OTP દાખલ કરો.
- સહમતી ફોર્મ ચેક કરો ચેકબોક્સને સિલેકટ કરીને ફોર્મ સબમિટ કરો.
- સફળ ઓથેન્ટિકેશન માટે તમને Confirmation મેસેજ મળશે.
- જો ઓથેન્ટિકેશન ફેઈલ થાય, તો Alert મેસેજ જોવા મળશે. આવી સ્થિતિમાં તમારી ડિટેઇલ્સ ફરીથી ચકાસો.
- ઓથેન્ટિકેશન સ્ટેટ્સ ચેક કરવા માટે ‘માય એકાઉન્ટ’ ટેબ પર ‘ઓથેન્ટિક યુઝરલિંક’ને સિલેકટ કરો.
આધાર થકી પેસેન્જરને કેવી રીતે ‘ઓથેન્ટિકેટ’ કરવા?
- સૌપ્રથમ તો, www.irctc.co.in પર જાઓ. લૉગિન કર્યા બાદ હોમ પેજ પર ‘માય એકાઉન્ટ’ ટેબમાં ‘માય પ્રોફાઈલ’માં ‘એડ/મોડિફાઈ માસ્ટર લિસ્ટ’ લિંક પર ક્લિક કરો.
- હવે ‘એડ/મોડિફાઈ માસ્ટર લિસ્ટ’ પેજ પર નામ, ડેટ ઓફ બર્થ, જાતિ, કેટરિંગ સર્વિસ વિકલ્પ, સીનીયર સીટીઝન કંસેશન, ID કાર્ડ ટાઈપ જેવી વિગતો ભરો.
- ID કાર્ડ ટાઈપમાં આધાર/VID સિલેકટ કરો અને આધાર નંબર નાખો. બસ હવે આને સબમિટ કરી દો.
આધારથી લિંક થયેલા IRCTC એકાઉન્ટથી હવે દર મહિને 24 ટ્રેન ટિકિટ બૂક કરી શકાય છે. આધાર વેરિફિકેશન વગરના એકાઉન્ટથી તમે ફક્ત 12 જ વાર ટિકિટ બૂક કરાવી શકો છો.