/connect-gujarat/media/media_files/2025/06/27/whatsaapp-2025-06-27-16-56-46.jpg)
હાલના સમયમાં દરેક વ્યક્તિ 'WhatsApp' થકી જ કોમ્યુનિકેશન કરે છે. 'Meta'ની આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ દુનિયામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી સોશિયલ મીડિયા એપ છે.
મીડિયા રિપોર્ટસ અનુસાર, વિશ્વભરમાં 'WhatsApp'ના 2.95 કરોડથી વધુ એક્ટિવ યુઝર્સ છે. જો કે, ઘણા દેશો એવા છે કે જ્યાં 'મેટા'ની આ એપ પર પ્રતિબંધ લાગેલ છે.
જણાવી દઈએ કે, ભારતમાં 'WhatsApp'ના સૌથી વધુ યુઝર્સ છે. ભારતમાં લગભગ 60 કરોડ યુઝર્સ આ એપનો ઉપયોગ કરે છે. એવામાં કેટલાંક દેશોમાં 'WhatsApp' પર પ્રતિબંધ લાગેલ છે. તો ચાલો જાણીએ કે, કયા કયા દેશ છે કે જ્યાં 'WhatsApp' પર પ્રતિબંધ લાગેલ છે.
ચીન: ભારતના પડોશી દેશ ચીનમાં 'WhatsApp' પર સંપૂર્ણપણે પ્રતિબંધ લાગેલું છે. ચીનની સરકાર વિદેશી વેબસાઇટ્સ અને એપ્સ પર નજર રાખે છે. અહીંની સરકારે રાજકીય નિયંત્રણ, સુરક્ષા ચિંતાઓ અને સ્થાનિક ટેલિકોમ ઉદ્યોગની સુરક્ષાને ધ્યાનમાં રાખીને WhatsApp પર પ્રતિબંધ મૂક્યો છે. ચીનમાં, યુઝર્સ WhatsAppને બદલે 'WeChat'નો ઉપયોગ કરે છે, જે ચીન સરકાર દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે.
ઈરાન: ઈઝરાયલ સાથે યુદ્ધમાં કૂદી પડેલા ઈસ્લામિક દેશ ઈરાનમાં પણ WhatsApp પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કે, આ ત્યાંની સરકારની રણનીતિનો એક ભાગ છે. અશાંત રાજકીય પરિસ્થિતિઓ અને કટોકટીના સમયમાં ઈરાન સમયાંતરે વોટ્સએપ પર પ્રતિબંધ મૂકે છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં, ઈરાને વોટ્સએપ પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો હતો. હાલની વાત કરીએ તો, ઈરાનમાં વોટ્સએપના ઘણા ફીચર્સ કામ કરતા નથી.
સીરિયા: ઇસ્લામિક દેશ સીરિયામાં પણ વોટ્સએપ પર પ્રતિબંધ લાગેલો છે. ત્યાંની સરકારે જાહેર માહિતી બહાર ન આવે તે માટે આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ પર પ્રતિબંધ મૂક્યો છે. સીરિયાની સરકારનું ઇન્ટરનેટ પર સંપૂર્ણ કંટ્રોલ છે, જેના કારણે ત્યાંની ઘણી વેબસાઇટ્સ પર પણ પ્રતિબંધ છે.
યુએઈ: આ દેશમાં વોટ્સએપ સંપૂર્ણપણે પ્રતિબંધિત નથી. અહીં વોટ્સએપ પર મેસેજિંગ ફીચર કામ કરે છે પરંતુ વોઇસ અને વિડીયો કોલિંગ પર પ્રતિબંધ લાગેલો છે. સ્થાનિક ટેલિકોમ કંપનીઓના હિતોને ધ્યાનમાં રાખીને, ત્યાંની સરકારે કોલિંગ ફીચર પર પ્રતિબંધ મૂક્યો છે.
કતાર: યુએઈની જેમ કતારમાં પણ વોટ્સએપ પર પ્રતિબંધ લાગેલ છે. અહીંયા પણ વોટ્સએપ પર મેસેજિંગ ફીચર કામ કરે છે. નોંધનીય છે કે, યુઝર્સ વોટ્સએપ વોઇસ કૉલ અને વિડીયો કોલિંગનો આનંદ માણી શકતા નથી.
ઉત્તર કોરિયા: ઉત્તર કોરિયામાં કિમ જોંગની સરકારે માત્ર વોટ્સએપ જ નહીં પરંતુ ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો છે. ઉત્તર કોરિયા હજુ પણ 10 વર્ષ જૂના ઇન્ટરનેટ યુગમાં જીવી રહ્યું છે. ત્યાંની સરકારે તેના નાગરિકોને ગ્લોબલ ઇન્ટરનેટનું ઍક્સેસ આપ્યું નથી. આ ઉપરાંત, ત્યાંની સરકાર જનતાની દરેક પ્રવૃત્તિ પર પણ નજર રાખે છે.