કોલ કરતી વખતે ફોનનું ઈન્ટરનેટ ચાલુ રાખવું જોઈએ કે બંધ કરી દેવું જોઈએ. જો તમે પણ આ વાતથી અજાણ છો તો આ અંગે હવે સરકારે ચેતવણી જાહેર કરી છે.
આપણે વર્ષોથી ફોનનો ઉપયોગ કરી રહ્યા છો અને મોબાઇલની દરેક વિગતો સમજતા હોઈએ છીએ, પરંતુ હજુ પણ 90 ટકા લોકો એ વાતથી અજાણ છે કે કોલ કરતી વખતે ફોનનું ઈન્ટરનેટ ચાલુ રાખવું જોઈએ કે બંધ કરી દેવું જોઈએ. જો તમે પણ આ વાતથી અજાણ છો તો આ અંગે હવે સરકારે ચેતવણી જાહેર કરી છે.
સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે કોલ કરતી વખતે ફોનનું ઈન્ટરનેટ બંધ રાખવું જોઈએ. હવે તમને પ્રશ્ન થશે કે ફોનનું ઇન્ટરનેટ કેમ બંધ કરવું જોઈએ? ત્યારે ચાલો જાણીએ
Cyber Dost એ સરકારની પહેલ છે જે લોકોને સાયબર સલામતી અને સાયબર સુરક્ષા વિશે જાગૃત કરે છે. સાયબર દોસ્ત ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ કામ કરે છે. માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X પર સાયબર દોસ્તના સત્તાવાર એકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરવામાં આવી છે જેમાં પોલીસ અધિકારીએ ચેતવણી આપી છે કે ભૂલથી પણ કોલ કરતી વખતે ફોનનું ઇન્ટરનેટ ચાલુ રાખવાની ભૂલ ન કરો.
પોલીસ અધિકારીએ માહિતી આપી છે કે જો તમે કોલિંગ દરમિયાન ફોનનું ઇન્ટરનેટ ચાલુ રાખો છો, તો એપ્સ લોકોની વાતચીત સાંભળી શકે છે, એટલે કે, તે તમારી ગોપનીયતા માટે જોખમી સાબિત થઈ શકે છે. અને આ સત્ય છે જો તમે કોઈ વ્યક્તિ સાથે ફોન પર વાત કરતા બૂટ કે ચપ્પલ લેવાની વાત કરો છો તો તમારા ફોનમાં તેની એડ વારંવાર આવવા લાગશે
આથી તમે ગૂગલ ક્રોમના સેટિંગ્સમાં કેવી રીતે જઈ શકો છો અને માઇક્રોફોન એક્સેસ ચાલુ છે કે બંધ છે તે કેવી રીતે શોધી શકો છો અને તમે તેને બંધ પણ કરી શકો છો.
તે માટે સૌ પ્રથમ ફોનમાં ગૂગલ ક્રોમ ખોલો અને પછી ત્રણ ડોટ મેનૂ પર ટેપ કરો. આ પછી, સેટિંગ્સ પર ક્લિક કરો અને પછી નીચે સ્ક્રોલ કરો અને તમને સાઇટ સેટિંગ્સ વિકલ્પ દેખાશે. સાઇટ સેટિંગ્સમાં માઇક્રોફોન એક્સેસ દેખાશે, જેને તમે બ્લોક કરી શકો છો.
જો તમારા કોઈ પરિચિત અથવા તમે ક્યારેય સાયબર ગુનાનો સામનો કરો છો, તો વિલંબ કર્યા વિના 1930 (નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર) પર કૉલ કરો અને ફરિયાદ નોંધાવી શકો છો.