2016 ની જીએચએમસીની ચૂંટણીમાં, શાસક તેલંગણા રાષ્ટ્રીય સમિતિએ 99 બેઠકો જીતી હતી અને મેયર પદ સંભાળ્યું હતું. તે સમયે ભાજપને માત્ર 4 બેઠકો મળી હતી અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈઆઈઆઈએમને 44 બેઠકો મળી હતી. ભાજપે છૂટાછવાયા અભિયાન અને હિન્દુ કાર્ડ રમીને હૈદરાબાદમાં ધરતી પર વિજય નોંધાવ્યો છે અને તેની તાકાતમાં 12 ગણો વધારો કર્યો છે. ભાજપે 4 પરથી સીધા 48 બેઠકો પર જીત મેળવી દક્ષિણી રાજ્યોમાં પેંથ જમાવી છે.
ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કુલ 150 બેઠકો માટે 1 ડિસેમ્બરના રોજ યોજાયેલી કાઉન્સિલરોની ચૂંટણીમાં રાજ્યની સત્તાધારી ટીઆરએસ (તેલંગાણા રાષ્ટ્ર સમિતિ) 56 બેઠકો સાથે એકમાત્ર સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. મોટી પાર્ટી સાથે ટીઆરએસને મોટું નુકશાન પણ થયું છે. 2016ની ચૂંટણીમાં બહુમતી મેળવી હતી પરંતુ આ વખતે બહુમતી મેળવી શકી નથી. જો કે ભાજપે મોટી છલંગ લગાવી છે અને 48 સીટો પર કબ્જો કરી બીજા નંબરનો પક્ષ બની ગયો છે. જ્યારે હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાર્ટીએ કોઈ પણ બેઠક ગુમાવ્યા વિના 44 બેઠકો જીતવામાં સફળતા મેળવી છે. કોંગ્રેસને માત્ર બે બેઠકો મળી છે.
આંકડા જોઈએ તો ઓવૈસીની પાર્ટીનો સ્ટ્રાઇક રેટ સૌથી ઉત્તમ રહ્યો છે. ઓવૈસીએ 150 સભ્યોની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં માત્ર 51 બેઠકો લડી હતી અને તેમાંથી 44 બેઠકો જીતી હતી. એટલે કે ઓવૈસીનો સ્ટ્રાઈક રેટ 86 ટકાથી વધુ રહ્યો છે. જ્યારે કેસીઆર ની પાર્ટી ટીઆરએસ એ 33 બેઠકો ગુમાવી છે. સીએમ ચંદ્રશેખર રાવની પાર્ટીને 2016 ની ચૂંટણી કરતા 40 ટકા ઓછી બેઠકો મળી છે.
2016 ની જીએચએમસીની ચૂંટણીમાં, શાસક તેલંગણા રાષ્ટ્રીય સમિતિએ 99 બેઠકો જીતી હતી અને મેયર પદ સંભાળ્યું હતું. તે સમયે ભાજપને માત્ર 4 બેઠકો મળી હતી અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈઆઈઆઈએમને 44 બેઠકો મળી હતી. ત્યારે ભાજપે છૂટાછવાયા અભિયાન અને હિન્દુ કાર્ડ રમીને હૈદરાબાદની ધરતી પર વિજય નોંધાવ્યો છે અને તેની તાકાતમાં 12 ગણો વધારો કર્યો છે. તેલંગણાની વિધાનસભાની ચૂંટણીમાં 177 બેઠકોની ચૂંટણીમાં ભાજપે 100 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા હતા પરંતુ તેના બે ધારાસભ્યો જ જીતવામાં સફળ રહ્યા હતા. પરંતુ માત્ર બે વર્ષ પછી, પાર્ટીએ દક્ષિણ રાજ્યમાં મોટી સ્થાનિય લેવલે મોટી પેંથ જમાવી છે. 2023 ની ચૂંટણી માટે ભાજપ ટીઆરએસ માટે એક મોટો પડકાર બનીને ઉભરી આવી છે.
ચૂંટણીના પરિણામો જે અગાઉ ત્રિકોણાકાર હતા હવે ત્રિશંકુ થઈ ગયા છે. આવી સ્થિતિમાં હવે એવા સવાલો ઉભા થઈ રહ્યા છે કે ગ્રેટર હૈદરાબાદના મેયર કઇ પાર્ટીના રહેશે. ભાજપે ટીઆરએસને જબરદસ્ત નુકસાન પહોંચાડ્યું છે અને તે 2023 ની વિધાનસભાની ચૂંટણીમાં પણ જોખમી બની શકે છે, તેથી સંભવ છે કે મેયર પદ માટેની ચૂંટણીમાં ટીઆરએસ ભાજપનો સાથ ન લે. બીજી તરફ, ચૂંટણીનાં પરિણામો આવતાની સાથે ઓવૈસીએ ઇશારામાં કહ્યું છે કે તે કેસીઆરને ટેકો આપવા તૈયાર છે.
હકીકતમાં, બંને નેતાઓ અને પક્ષો ભાજપના વધતા કદથી ખતરો અનુભવે છે, તેથી સંભવ છે કે આ બંને છત્રપ ભાજપ વિરુદ્ધ એક થઈ જાય. આવી સ્થિતિમાં ઓવૈસી ટીઆરએસ માટે કિંગમેકર બની શકે છે.