Connect Gujarat
ગુજરાત

મોહરમ પર્વ પ્રસંગે પાલેજનાં મદની હોલમાં યોજાય રહ્યા છે બયાનના કાર્યક્રમો

મોહરમ પર્વ પ્રસંગે પાલેજનાં મદની હોલમાં યોજાય રહ્યા છે બયાનના કાર્યક્રમો
X

મુસ્લિમ સંપ્રદાયના લોકો દ્વારા પરંપરાગત રીતે મોહરમ પર્વની ઉજવણી થઇ રહી છે.

આજથી ૧૪૦૦ વર્ષ પહેલાં કરબલાના તપતા રણમાં સત્યના કાજે અસત્ય સામે દસ દસ દિવસો સુધી ભૂખ્યા અને તરસ્યા રહી જંગ લડી અસત્ય સામે શીશ ન ઝુકાવી પોતાના અમુલ્ય પ્રાણોની આહુતિ આપી હતી. ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મુહમ્મદ પયગંબર સાહેબના દોહિત્રો હજરત ઇમામ હસન, હજરત ઇમામ હુસૈન તથા તેમના સાથીઓની યાદમાં સદીઓ વિતવા છતાં આજે પણ સમગ્ર વિશ્વના મુસ્લિમ સંપ્રદાયના લોકો દ્વારા પરંપરાગત રીતે મોહરમ પર્વની ઉજવણી થઇ રહી છે.

હાલમાં ચાલી રહેલા મુસ્લિમ સંપ્રદાયના મોહરમ પર્વ પ્રસંગે ભરૂચ જિલ્લાના પાલેજ નગરના મદની હોલ સહિત નગરમાં આવેલી વિવિધ મસ્જિદોમાં દરરોજ રાત્રીના ઇશાંની નમાઝ બાદ કરબલાના શહિદોની યાદમાં બયાનના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. પાલેજ સ્થિત મદની હોલ ખાતે મોહરમ પર્વ પ્રસંગે યોજાઇ રહેલા કાર્યક્રમોમાં દરરોજ અલગ અલગ નામાંકિત આલિમો દ્વારા કરબલાના શહિદોની શહિદી ગાથા પર પ્રકાશ પાડતા પ્રવચનો થઇ રહ્યા છે. યોજાઇ રહેલા બયાનના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં નગરના મુસ્લિમ સમાજના ભાઇઓ - બહેનો ભાગ લઇ કરબલાના શહિદોની શહિદી ગાથા સાંભળી ધન્યતા અનુભવી રહ્યા છે.

Next Story