• એશિયાના સૌથી મોટા વાઈલ્ડ લાઈફ કોરિડોરનું લોકાર્પણ

  • પીએમ મોદીના હસ્તે કરવામાં આવ્યું લોકાર્પણ

  • ગતિ,સુરક્ષા અને આધુનિક ટેકનોલોજીનો સમન્વય

  • રૂ.12000 કરોડના ખર્ચે તૈયાર થયો છે 213 કિમી લાંબો માર્ગ

  • દિલ્હીઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ વચ્ચેનું અંતર ઘટશે  

ઉત્તર ભારતની કનેક્ટિવિટીમાં એક નવો અધ્યાય જોડાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે 213 કિલોમીટર લાંબા દિલ્હી-દેહરાદૂન આર્થિક કોરિડોરનું લોકાર્પણ કર્યું છે. રૂપિયા 12,000 કરોડના ખર્ચે બનેલો આ છ-લેનનો એક્સપ્રેસ-વે દિલ્હીઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડને એકબીજાની વધુ નજીક લાવશે.

ઉત્તર ભારતની કનેક્ટિવિટીમાં એક નવો અધ્યાય જોડાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે 213 કિલોમીટર લાંબા દિલ્હી-દેહરાદૂન આર્થિક કોરિડોરનું લોકાર્પણ કર્યું છે. રૂપિયા 12,000 કરોડના ખર્ચે બનેલો આ છ-લેનનો એક્સપ્રેસ-વેનું નિર્માણ કરવામાં આવ્યું છે.આ પ્રોજેક્ટ થકી દિલ્હીઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ વચ્ચેનું અંતર ઘટશે.

આ પ્રોજેક્ટ માત્ર ગતિ જ નહીંપરંતુ સુરક્ષા અને આધુનિક ટેકનોલોજીનો સમન્વય છે. દિલ્હીથી દેહરાદૂન પહોંચવામાં અત્યારે 6 કલાક લાગે છેજે ઘટીને હવે માત્ર 2.5 કલાક થઈ જશે. આ ઉપરાંત મુસાફરોની સુરક્ષા માટે આ કોરિડોરમાં અત્યાધુનિક ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લગાવવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં 10 ઇન્ટરચેન્જ3 રેલવે ઓવરબ્રિજ4 મોટા પુલ અને 12 વે-સાઈડ સુવિધાઓનો સમાવેશ થાય છે.

આ કોરિડોરની સૌથી મોટી વિશેષતા તેની ઈકો-ફ્રેન્ડલી ડિઝાઇન છે. રાજાજી નેશનલ પાર્ક અને આસપાસની જૈવવિવિધતાને ધ્યાનમાં રાખીને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેના કારણે તે એશિયાનો સૌથી લાંબો વાઈલ્ડલાઈફ કોરિડોર બને છે. વન્યજીવોની અવરજવર માટે 12 કિલોમીટર લાંબો એલિવેટેડ રોડ બનાવવામાં આવ્યો છે. હાથીઓ માટે 200 મીટર લાંબા બે ખાસ અન્ડરપાસ અને અન્ય પ્રાણીઓ માટે 8 રસ્તાઓ બનાવ્યા છે. દાત કાલી મંદિર પાસે 370 મીટર લાંબી આધુનિક સુરંગનું નિર્માણ કરાયું છે,જેથી પહાડી પર્યાવરણને નુકસાન ન થાય.