/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/11/pm-modi-solih.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર આજે માલદીવના પ્રવાસે જઇ રહ્યા છે. પીએમ મોદી માલદીવના નવા રાષ્ટ્રપતિ મોહમ્મદ સોલિહનો આજે થનાર શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેશે.વડાપ્રધાન તરીકે મોદીની પહેલી માલદીવ યાત્રા હશે.
ગત દિવસોમાં પીએમ મોદીએ મોહમ્મદ સોલિહ રાષ્ટ્રપતિ બન્યા પછી શુભેચ્છા પણ આપી હતી. તેમણે આ યાત્રાને લઇને કહ્યું કે, તે માલદીવને બનતી દરેક સંભવ મદદ કરવા તૈયાર છે. તેમને લખ્યું, હું સોલિહની નવી માલદીવ સરકારને તેમના વિકાસની પ્રાથમિકતાઓમાં વિશેષ કરીને આધારભૂત વિસ્તાર, સ્વાસ્થ્ય, સંપર્ક અને માનવ સંસાધન વિકાસને સાકાર કરવા માટે મળીને કામ કરવાની ભારત સરકારની ઇચ્છાઓથી અવગત કરાવશે.
તેમને વધુમાં કહ્યું કે, માલદીવમાં હાલમાં થયેલી ચૂંટણી લોકતંત્ર, કાયદા વ્યવસ્થાના સારા ભવિષ્ય માટે લોકોની આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે. આપણા ભારતની પ્રબળ ઇચ્છા છે કે, અમે એક સ્થિર, લોકતાંત્રિક, સમૃદ્ધ અને શાંતિપૂર્ણ માલદીવ ગણતંત્ર જોવા માંગે છે. શપથ ગ્રહણ સમારોહ બાદ પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મોહમ્મદ સોલિહની વચ્ચે દ્ધપક્ષિય વાતચીત પણ થશે. સાંજે પીએમ મોદી દિલ્હી પાછા ફરશે.