નર્મદા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પિત થનારા પ્રોજેકટની વિશેષતાઓ

New Update
નર્મદા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પિત થનારા પ્રોજેકટની વિશેષતાઓ

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારના રોજ બે દિવસના ગુજરાતના પ્રવાસે પહોંચી ચુકયાં છે. હાલ તેઓ એકતા નગરી કેવડીયામાં છે અને વિવિધ પ્રોજેકટના લોકાર્પણ કરી રહયાં છે. વડાપ્રધાનના હસ્તે લોકાર્પિત થનારા પ્રોજેકટની ટુંકમાં વિશેષતાઓ અત્રે પ્રસ્તુત છે.

સી-પ્લેન

માલદીવથી સ્પાઇસ જેટનું આ સી પ્લેન કેવડિયા અને અમદાવાદ વચ્ચે મુસાફરી માટે દેશમાં પ્રથમ સેવા થશે. જેમાં 14 પ્રવાસીઓ બેસી શકશે. એક વ્યક્તિનું એક તરફનું ભાડુ 1500 રૂપિયા નક્કી કરાયું છે. આ ભાડુ પહેલાં 4,800 રૂપિયા નકકી કરાયું હતું.

જંગલ સફારી પાર્ક અને ફેરી બોટ (ક્રુઝ)

375 એક્ટરમાં ફેલાયલા જંગલ સફરીમાં 1500 દેશી અને વિદેશી પ્રાણીઓ છે. વ્યક્તિ દીઠ રૂા. 200ની ટિકિટ છે. પેટ્સ ઝોનનો પણ આ ટિકિટમાં સમાવેશ છે. ફેરી બોટ(ક્રુઝ) પ્રોજેક્ટ 100 ટકા પૂર્ણ છે અને લોકાર્પણ માટે તૈયાર છે. બોટમાં 202 પ્રવાસી આનંદ માણી શકશે. એક પ્રવાસી દીઠ ક્રૂઝનું ભાડુ રૂા. 430 રાખ્યું છે.

ગ્લો ગાર્ડન અને ભારત ભવન

publive-image

ગ્લો ગાર્ડન 100 ટકા પૂર્ણ છે, કોકોનટ ગાર્ડન, ગ્લો ગાર્ડનની લાઈટ, વિશ્વ વન સહિતના પ્રોજેક્ટમાં લાઈટિંગ કરાયું છે. ટિકિટનો ચાર્જ 200 રૂા છે. શ્રેષ્ઠ ભારત ભવનમાં થ્રી સ્ટાર હોટેલ બનાવાઇ છે. 52 એસી લક્ઝુરિયસ રૂમો, સ્વિમિંગ પુલ સહિત મોટું ગાર્ડન છે.રૂા. 6 હજાર ભાડુ છે.

એકતા મોલ અને ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક

એકતા મોલ એ વિવિધ રાજ્યોની હસ્તકલાઓ અને સ્પેશિયલ કારીગરો, મહિલા સંગઠનો અને સામાજિક સંસ્થાઓ દ્વારા બનાવેલી વસ્તુઓ અને રાજ્યની ઓળખ ગણાતી વસ્તુનો શોપિંગ મોલ છે. ચિલ્ડ્રન પાર્કની વિઝીટ કરનાર બાળક પૌષ્ટિક વસ્તુ જાણતો થશે. ટિકિટનો દર રૂા. 300 રાખવામાં આવ્યો છે.

કેકટર્સ ગાર્ડન અને એકતા નર્સરી

દેશનું પ્રથમ એક ગાર્ડન છે જેમાં દેશ વિદેશના કાંટાળા રંગ બેરંગી છોડ છે. એકતા નર્સરીમાં 10 હજાર કરતા વધુ પ્લાન્ટ તૈયાર કરાયા છે. જે પ્રવાસીઓ માટે વેચાણમાં મૂક્યા છે

આરોગ્ય વન અને રેલવે સ્ટેશન

આરોગ્ય વનમાં સૌથી વધુ ઓક્સિજન આપે એવા પ્લાન્ટ્સ છે. અહીંના યોગ ગાર્ડનમાં મોદી યોગ કરશે અને તેનું લોકાર્પણ કરશે. વેલનેસ સેન્ટરમાં મસાજ કરાવો તો ખર્ચ થશે. ચાંદોદથી કેવડિયા રેલવે લાઇનનું કામ 60 ટકા પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. હજી રેલવે લાઇન પૂર્ણ કરવાની છે. રેલવે સ્ટેશનની કામગીરી પણ અધૂરી છે. હજી તૈયાર થતા 6 મહિના લાગશે.

Latest Stories