આજે શિવરાત્રીનો મહાપર્વ છે ત્યારે ભગવાન શિવનું સ્મરણ માત્ર જીવન એકાકાર થવાની પ્રતીતિ કરાવી શકે છે.ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિવરાત્રી મહાપર્વની ટેલીફોનીક શુભેચ્છાઓ પાઠવી શિવ સ્મરણ કર્યું હતું. વડાપ્રધાન મોદીએ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે ટેલિફોનિક વાત કરીને શુભેચ્છા પાઠવી હતી.સાથોસાથ સોમનાથ મંદિરની વ્યવસ્થા અને મહાશિવરાત્રીના આયોજન અંગે કરી ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ પણ છે

ભગવાન શિવની પૂજા અર્ચના કરવાનો ઉત્તમ દિવસ એટલે મહાશિવરાત્રી ત્યારે ગુજરાતના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિર સહિત સમગ્ર દેશમાં મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવશે. શંકર દાદાના દર્શનનો લાભ લેવા માટે શિવ મંદિરમાં ભક્તો ઉમટી પડશે. વહેલી સવારથી તમામ શિવાલયોમાં શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળી રહ્યો છે . બીજી તરફ રાત્રી દરમિયાન ચાર પ્રહરની વિશેષ મહાપુજા અને મહા આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.કોરોના કાળ ને કારણે 2 વર્ષ બાદ સોમનાથમાં મહાશિવરાત્રી પર મંદિરમાં પ્રવેશ મળી રહ્યો છે. જેથી શિવરાત્રિ પહેલા જ શિવ ભક્તો સોમનાથ તીર્થમાં ઉમટી રહ્યાં છે. સોમનાથ પરિસરમાં હર હર મહાદેવના નાદથી ગુંજી રહ્યું છે. બીજી તરફ મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથ મંદિર 42 કલાક સુધી ભાવિકો દર્શન માટે ખુલ્લું રહેશે. વહેલી સવારે 4 વાગ્યાથી સોમનાથ મહાદેવનું મંદિર ભક્તો માટે ખુલ્લુ મુકી દેવામાં આવ્યુ છે. સાથે રાત્રી દરમિયાન ચાર પ્રહરની વિશેષ મહાપૂજા અને મહા આરતીનું આયોજન કરવામાં આવ્યુ છે.