સુરત : ક્રિકેટ રમી ઘરે પરત ફરતી વેળા કારચાલકને થયું હતું મોડુ, પછી જુઓ કેવી ઘટનાને આપ્યો અંજામ..!

New Update
સુરત : ક્રિકેટ રમી ઘરે પરત ફરતી વેળા કારચાલકને થયું હતું મોડુ, પછી જુઓ કેવી ઘટનાને આપ્યો અંજામ..!

સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં હિટ એન્ડ રન મામલે ઉમરા પોલીસે કારચાલકની ધરપકડ કરી લીધી છે. જોકે ક્રિકેટ રમી ઘરે પરત ફરવામાં કારચાલકને મોડુ થતાં અકસ્માત સર્જાયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

મળતી માહિતી અનુસાર, સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં રહેતો પ્રણવ પટેલ ડુમસ રોડ પર ક્રિકેટ રમી પોતાની હોંડા WRV કાર મારફતે પરત ઘરે ફરી રહ્યો હતો. જોકે પ્રણવ પટેલને પરત ફરવામાં મોડું થતાં તેણે કાર પૂરઝડપે હંકારી હતી. તે દરમ્યાન પીપલોદ વિસ્તારમાં પ્રણવ પટેલે હિટ એન્ડ રનની ઘટનાને અંજામ આપ્યો હતો. જેથી ઘબરાઈ ગયેલા પ્રણવ પટેલે બનાવની જાણ ઘરના સભ્યોને કરી ન હતી. ઉપરાંત પોલીસથી બચવા કારની નંબર પ્લેટ પણ કાઢી નાખી હતી. જોકે હિટ એન્ડ રન મામલે સઘન તપાસ કરી રહેલ ઉમરા પોલીસે ઘટના સ્થળ પરથી કારના તૂટેલા સાઈડ ગ્લાસના નમૂના મળ્યા હતા. જેના આધારે પોલીસ આરોપી પ્રણવ પટેલ સુધી પહોંચી હતી. હાલ તો પોલીસે કારચાલક પ્રણવ પટેલની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.