વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગાંધી જયંતિ નિમિતે વૈશ્વિક ભારતીય વૈજ્ઞાનિક સમિટનું કરશે સંબોધન

New Update
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગાંધી જયંતિ નિમિતે વૈશ્વિક ભારતીય વૈજ્ઞાનિક સમિટનું કરશે સંબોધન

આજે શુક્રવાર 2 ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વૈશ્વિક ભારતીય વૈજ્ઞાનિક વૈભવ સમિટનું ઉદ્ઘાટન કરશે. આ પરિષદ વૈશ્વિક અને વિદેશી ભારતીય સંશોધનકારો અને શિક્ષણવિદોને એક મંચ પ્રદાન કરે છે.

વડાપ્રધાન મોદી કાર્યાલય તરફથી પ્રસ્તુત  કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ પરિષદનો હેતુ ભારતીય મૂળના દિગ્ગજોને એક પ્લેટફોર્મ પર લાવવાનો છે. જે દુનિયાભરની શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓ સાથે જોડાયેલા છે. વડા પ્રધાન 2 થી 31 ઓક્ટોબર દરમિયાન વીડિયો કોન્ફરન્સ દ્વારા સંમેલનનું ઉદ્ઘાટન કરશે.

પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, 'હું આવતીકાલે વૈભવ સમિટમાં ભાગ લેવા આતુર છું. આ પરિષદ વૈશ્વિક વૈજ્ઞાનિકો અને ભારતીય મૂળના સંશોધકોને એકસાથે લાવે છે. 2 ઓક્ટોબરે સાંજે 6:30 વાગ્યે તમે પણ જોડાઓ.

આ સંમેલનમાં 55 દેશોના 3 હજારથી વધુ વૈજ્ઞાનિકો અને ભારતીય મૂળના શિક્ષણવિદો અને 10,000 થી વધુ સ્થળાંતર વૈજ્ઞાનિકો અને શિક્ષણવિદો ભાગ લેશે.

Latest Stories