વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આવશે વારણસી, ગંગા નદીના ઘાટ પર યોજાશે લેસર શો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આવશે વારણસી, ગંગા નદીના ઘાટ પર યોજાશે લેસર શો
New Update

દેવદિવાળીના અવસરે આજે વડાપ્રધાન મોદી ગંગા ઘાટની મુલાકાત લેશે. વારાણસીમાં દેવ દિવાળીના અવસરે ગંગાના 84 ઘાટ પર લગભગ 15 લાખ દીવા પ્રગટાવવામાં આવશે. કાશી તટ આજે 15 લાખ દીવાથી ઝગમગશે. ખાસ વાત છે કે પહેલો દીવો PM મોદી પોતે પ્રગટાવશે.

દેવ દિવાળીના કાર્યક્રમમાં ભાગ લેતા પહેલાં PM મોદી રાષ્ટ્રીય રાજમાર્ગ 19ને રાષ્ટ્રના નામે સમર્પિત કરશે. આ રસ્તો વારાણસીથી પ્રયાગરાજને જોડશે. આ રસ્તાના નિર્માણમાં 2447 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ રસ્તો ખોલવા માટે વારાણસી- પ્રયાગરાજનું અંતર કાપવામાં એક કલાકનો સમય ઘટી જશે.

PM મોદીની હાજરીમાં આ વખતે વારાણસીના ઘાટ પર લેસર શોનું આયોજન પણ કરાશે. પીએમ મોદી આજે લગભગ સાડા 6 કલાક સુધી વારાણસીમાં રહેશે. આ સમયે તેઓ બાબા વિશ્વનાથના દર્શન પણ કરશે અને ગંગા નદી પર તૈનાત ક્રૂઝથી દેવ દિવાળી પણ જોશે.

#PM NarendraModi #Narendra Modi #Varanasi #pmo india #Ganga River #Varanasi News #Ganga River Varanasi #Dev Diwali #Dev Diwali 2020
Here are a few more articles:
Read the Next Article