વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશની પહેલી ડ્રાઈવર-લેસ મેટ્રો ટ્રેનનો કરશે શુભારંભ

New Update
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશની પહેલી ડ્રાઈવર-લેસ મેટ્રો ટ્રેનનો કરશે શુભારંભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશની પહેલી ડ્રાઈવર-લેસ મેટ્રો ટ્રેનનો કરશે શુભારંભ
દેશમાં આજે પહેલી વાર દેશની રાજધાની દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મજેન્ટા લાઈન પર ભારતની પહેલી ડ્રાઈવર લેસ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવીને કરશે શુભારંભ. એરપોર્ટ એક્સપ્રેસ લાઈન પર કોમન મોબિલીટી કાર્ડ સેવાનો પણ થશે આજથી પ્રારંભ.

દિલ્હી મેટ્રો રેલ આજથી ઇતિહાસમાં પ્રથમ વાર ડ્રાઈવર વગર મેટ્રોરેલનું સંચાલન કરવા જઇ રહી છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હી મેટ્રોની મેજન્ટા લાઇન જનકપુરી પશ્ચિમથી બોટોનિકલ ગાર્ડન લાઇન પર ભારતની સૌ પ્રથમ ડ્રાઈવરલેસ ટ્રેન સંચાલનનો શુભારંભ કરશે. સાથે જ એરપોર્ટ એકસેસ લાઇન ઉપર NCMC એટલે કે નેશનલ કોમન મોબેલીટી કાર્ડસેવા નો શુભારંભ થશે. આજે દિલ્હી મેટ્રોની મેજન્ટા લાઇન પર ડ્રાઈવર લેસ મેટ્રો ની શરૂઆત બાદ, પીન્ક લાઇન પર 2021ના મધ્યમાં ડ્રાઈવર લેસ મેટ્રોનું સંચાલન શરૂ થવાની સંભાવના છે. ડીએમઆરસી તરફથી ત્રણ વર્ષ પહેલા ડ્રાઈવર લેસ મેટ્રોની ટ્રાયલ કરવામાં આવી હતી. આજે તેની શરૂઆતથી પ્રવાસીઓને ત્વરીત સારી સેવાઓ મળી શકશે. દિલ્હી મેટ્રોની 18 વર્ષની સેવા દરમિયાન આ ડ્રાઈવર લેસ મેટ્રો સૌથી મોટી ઉપલબ્ધી માનવામાં આવે છે.