• ભરૂચમાં યોજાયું વિરોધ પ્રદર્શન

  • ABVP દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું

  • GCAS પોર્ટલમાં રહેલી ખામી સુધારવા માંગ

  • વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી હોવાના આક્ષેપ

  • કાર્યકરો અને આગેવાનો જોડાયા

ભરૂચ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ABVP દ્વારા  GCAS-Gujarat Common Admission Services પોર્ટલ બાબતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. ભરૂચ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ABVP દ્વારા  GCAS-Gujarat Common Admission Services પોર્ટલમાં રહેલી તકલીફોને લઈને વિરોધ પ્રદર્શન સાથે કલેકટરને  આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.આ આવેદનપત્રમાં વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયા દરમિયાન આવી રહેલી વિવિધ મુશ્કેલીઓ પર ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
ABVPએ જણાવ્યું છે કે GCAS પોર્ટલ દ્વારા લેવાતી પ્રવેશ પ્રક્રિયામાં ટેકનિકલ ખામીઓને કારણે અનેક વિદ્યાર્થીઓને યોગ્ય રીતે અરજી કરવા અને કોલેજ પસંદગીમાં મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને, રજીસ્ટ્રેશન ફી ₹300 રાખવામાં આવતા આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે આ એક વધારાનો ભાર બની રહ્યો છે.પરિષદે વધુમાં જણાવ્યું કે ખાનગી યુનિવર્સિટીઓને GCAS પોર્ટલ સાથે જોડવાના નિર્ણયને કારણે પ્રવેશ પ્રક્રિયા વધુ જટિલ બની રહી છે, જે વિદ્યાર્થીઓ માટે અનુકૂળ નથી.
ABVPએ આ નિર્ણયને ફરી વિચારવા અને જરૂરી સુધારા કરવા સરકારને વિનંતી કરી છે.આવેદનમાં મુખ્ય માંગણીઓ તરીકે રજીસ્ટ્રેશન ફી ઘટાડવા અથવા રદ કરવાની, ટેકનિકલ ખામીઓ તાત્કાલિક દૂર કરવાની અને ખાનગી યુનિવર્સિટીઓને પોર્ટલથી અલગ રાખવાની માંગ કરવામાં આવી છે.ABVPએ ચેતવણી આપી છે કે જો સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે, તો આવનારા સમયમાં આંદોલન કરવામાં આવશે.