ભરૂચ તાલુકાના પાલેજ માર્ગ પર આવેલા પરીએજ ગામની સીમમાં આવેલી ભૂખી ખાડીમાંથી એક વિશાળ અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. અજગર માછલી પકડવા માટે બાંધવામાં આવેલી જાળમાં ફસાઈ ગયો હતો. આસપાસના લોકોની નજર પડતાં તરત જ વન વિભાગને જાણ કરવામાં આવી હતી.વન વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.