ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામવાની આગાહી કરવામાં આવી છે. મોન્સૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત ત્રણ સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આજે સાબરકાંઠા અને અરવલ્લીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે આવતીકાલે ચાર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે.

આજે રાજ્યના બે જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં સાબરકાંઠા અને અરવલ્લીનો સમાવેશ થાય છે. બંને જિલ્લામાં ગાજવીજ અને પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી છે. બનાસકાંઠા, વાવ-થરાદ, સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.રાજ્યમાં વરસાદ માટે અનુકૂળ સ્થિતિ સર્જાઈ છે. મોન્સૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત ત્રણ હવામાન સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થવાની પણ શક્યતા છે.

હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી 7 દિવસ રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદી ગતિવિધિ જોવા મળી શકે છે.