New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/Untitled-1-copy-6-1.png)
રાજકોટ જિલ્લામાં મેઘરાજાનો કહેર જોવા મળી રહયો છે. પડધરી નજીકથી પસાર થતી ડોડી નદીમાં ન્હાવા પડેલા ચાર મિત્રો ડુબ્યાં હતાં જેમાંથી એક લાપત્તા બની જતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
પડધરી પાસે આવેલ ડોંડી નદીમાં ચાર મિત્રો ન્હાવા પડ્યા હતા. જે પૈકી સરપદળનો રાજુ મકવાણા નામનો વ્યક્તિ ડૂબ્યો હતો. જે બાબતની જાણ ફાયર બ્રિગેડને થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને યુવાનની શોધખોળ શરૂ કરી છે. હાલ નદીમાં ઉપરવાસમાંથી પાણી આવતું હોવાથી ફાયર બ્રિગેડના જવાનોને વિધ્ન નડી રહયું છે. તો સાથે જ જે જગ્યાએ આ બનાવ બન્યો છે તે જગ્યાએ આસપાસના લોકો પણ એકઠા થયા છે. જે ભીડ ને પાણીથી દૂર રાખવા પડધરી પોલીસ પણ પહોચી છે. ચોમાસામાં સૌરાષ્ટ્રમાં ડુબી જવાના અનેક બનાવો અત્યાર સુધી બની ચુકયાં છે.
Latest Stories