Connect Gujarat
ગુજરાત

રાજકોટઃ આવતી કાલથી રમાશે ભારત- વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ

રાજકોટઃ આવતી કાલથી રમાશે ભારત- વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ
X

આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં ભારત ટોચનું સ્થાન જાળવી રાખવા ઉતરશે મેદાનમાં

ગુજરાતનાં આંગણે આવતી કાલથી ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ યોજાવા જઈ રહી છે. ત્યારે રાજકોટ ખાતે 4 ઓક્ટોબરથી શરૂ થનારી આ ટેસ્ટમાં ભારતનું પલડુ તો ભારે લાગે જ છે. બન્ને ટીમો હાલ રાજકોટમાં આવી પહોંચી છે અને પ્રેક્ટીસ ચાલુ રાખી છે.

ભૂતકાળની વાત કરીએ તો વેસ્ટ ઇન્ડીઝ છેલ્લા 24 વર્ષથી ભારતમાં ટેસ્ટ જીતી શક્યું નથી. તેવામાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી આ રેકોર્ડને યથાવત રાખવા માંગશે અને તેનો પ્રયાસ એ પણ હશે કે આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં ભારત ટોચનું સ્થાન જાળવી રાખે.

Next Story
Share it