Connect Gujarat
રાજકોટ 

લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત 3 આરોપીઓ જેલ હવાલે, 2 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાયા હતા...

લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત ત્રણ આરોપીઓના રિમાન્ડ આજે સાંજે પૂર્ણ થતાં તેમને કોર્ટમાં રજૂ કરાયા હતા.

લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત 3 આરોપીઓ જેલ હવાલે, 2 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાયા હતા...
X

લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત ત્રણ આરોપીઓના રિમાન્ડ આજે સાંજે પૂર્ણ થતાં તેમને કોર્ટમાં રજૂ કરાયા હતા. આ દરમિયાન પોલીસે વધુ રિમાન્ડની માંગ ન કરતાં ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરાયા છે. આજે 2 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા.

"રાણો રાણાની રીતે..." ફેમ લોક સાહિત્યકાર દેવાયત ખવડના હુમલાનો ભોગ બનનાર પરિવાર વડાપ્રધાન સુધી ફરિયાદ કરતાં દેવાયત રાજકોટ પોલીસ સમક્ષ હાજર થયો હતો. પોલીસે તેની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી બાજુ તેના 2 સાગરીતો હરેશ ઉર્ફે કાનો રબારી અને કિશન કુંભારવાડા પણ પોલીસ સમક્ષ હાજર થઈ ગયા હતા. જેથી ત્રણેયને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસે કોર્ટમાં ત્રણેય આરોપીના 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. પરંતુ કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્ચાં હતા. સોમવારે સાંજે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર થયા હતા. તો બીજી તરફ, તેમના વકીલે નિવેદન આપ્યું હતું કે, પોલીસે કરેલી એફઆઈઆર ખોટી છે. દેવાયત ખવડના વકીલે જણાવ્યું હતુ કે, પોલીસે 307 હેઠળ ગુનો નોંધ્યો છે. પરંતુ પોલીસ એફઆઈઆર જ ખોટી છે. CCTV ફૂટેજના આધારે FIR કરવામાં આવી છે, તે CCTVમાં ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે, કોઈ વ્યક્તિ કે જેનું મોઢું નથી દેખાતું. વધુમાં કહ્યું કે, તે કોઈ ડંડા અથવા તો લોખંડના પાઇપ વડે એના પર હુમલો કરી રહ્યો છે. તેના પગ પર મારી રહ્યો છે. માથાના ભાગે ક્યાંય માર્યું નથી. 7થી 8 વખત માર્યું છે, અને કોઇ ગંભીર ઇજા એને કરી નથી. તો 307નો ઉમેરો તેમાં ક્યારેય થઈ શકે નહીં..!

Next Story