રાજકોટમાં પોતાના નાના બાળક સાથે બાઈક પર ફૂડ ડિલિવરી કરતી મહિલા અન્ય મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત બની છે.મહિલાની પીઠ પર ફૂડ ડિલિવરીનું બેગ અને બાઈકમાં આગળ પોતાના બાળકને બેસાડીને ઝોમેટોમાં ફૂડ ડિલિવરી કરવા માટે જાય છે.
જાણવા મળ્યા મુજબ મૂળ ઉત્તર પ્રદેશની અને રાજકોટમાં રહેતી રચના સરાટે નામની મહિલા પોતાના 6 વર્ષના દીકરાને સાથે રાખીને ફૂડ ડિલિવરીનું કામ કરી રહી છે.આ મહિલાની હિંમત અને જુસ્સાને લોકો બિરદાવી રહ્યા છે.રચના સરાટ સવારે 11 થી બપોરના 4 વાગ્યા સુધી ફૂડ ડિલિવરનું કામ કરે છે.ફૂડ ડિલિવરીના કામની પહેલા રચનાએ ઘણી જગ્યાએ નોકરી શોધી હતી. નોકરી ન મળતા,ઘરકામ કરવા માટે પણ તૈયાર થઈ હતી.
પરંતુ ઘરકામમાં રાખવા તૈયાર થતા લોકો તેણીની સાથે દીકરાને જોઈને કામ આપવાની ના પાડી દેતા હતા.જોકે હિંમત ન હારીને અને નિરાશાનો ત્યાગ કરીને રચનાએ બાઈક ચલાવતા શીખીને ફૂડ ડિલિવરીનું કામ શરૂ કર્યું છે.
ફૂડ ડિલિવરીના કામમાં શરૂઆતમાં ઘણી તકલીફ સહન કર્યા બાદ ધીમે ધીમે રચના પોતાના પગભર થઈ છે.ફૂડ ડિલિવરી કરીને હાલમાં તેણી મહિને 18 હજાર રૂપિયાની કમાણી કરી રહી છે.મીડિયા સાથેની વાતચીતમાં રચનાએ જણાવ્યું હતું કે દરેક સ્ત્રીએ આત્મનિર્ભર બનવું જોઈએ.
બધા પોતાના બાળકો માટે કંઈક કરવા માંગતા હોય છે. હું પણ મારા બાળકને સારું ભવિષ્ય આપવા માટે આ કામ કરું છું. જેમાં મને કોઈ પણ જાતની શરમ કે સંકોચ નથી. આ કામમાં મારા પતિનો પણ મને ખુબ જ સપોર્ટ મળ્યો છે.