Connect Gujarat
રાજકોટ 

રાજકોટમાં ડમ્પર અને રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત, પિતા અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત

રાજકોટમાં ડમ્પર અને રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત, પિતા અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત
X

રાજકોટમાં ડમ્પર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર, રાજકોટમાં ડમ્પર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા પિતા અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. શહેરના કુવાડવા રોડ પર ગ્રીનલેન્ડ ચોકડી પાસે રિક્ષા અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અચાનક રિક્ષા વચ્ચે આવી જતા ડમ્પર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પિતા-પુત્રનું સ્થળ પર મોત થયુ જ્યારે અન્ય ચાર લોકોને ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકના જામના દ્રશ્યો સર્જાયા હતા.

રાજકોટ શહેરના કુવાડવા રોડ પર ગ્રીનલેન્ડ ચોકડી પાસે રવિવારના સાંજે 6:15 વાગ્યાના અરસામાં રિક્ષા અને ડમ્પર ચાલક વચ્ચે અકસ્માત સર્જાતા પિતા પુત્રના મૃત્યુ નીપજ્યું હતું. 44 વર્ષીય પ્રવીણભાઈ ગરસોંધિયા અને 18 વર્ષ પુત્ર મયંક ગરસોંધિયાનું મૃત્યુ થયું છે. જ્યારે કે પતિ પત્ની સહિત ચાર અન્ય ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

ઈજાગ્રસ્ત થયેલા જનકબા પરમાર, મધુબેન જાદવ (ઉવ.40), નારણભાઈ જાદવ (ઉવ.43) તેમજ એક અન્ય વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતા 108 ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. બી ડિવિઝન પોલીસ દ્વારા ફરિયાદ નોંધવા સહિતની તજવીજ હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં અચાનક રિક્ષા વચ્ચે ટ્રકની સામે આવી જતા અકસ્માત થયો હતો.

Next Story