ફ્રેન્ડશિપ-ડે સ્પેશિયલ : મિત્રના અવસાન બાદ સ્મશાનમાં સ્વ. મિત્રની પ્રતિમા મુકી રોજ પૂજા કરતો મિત્ર..

મિત્રની મિત્રતા કાયમ અમર બનાવવા માટે ચંદુભાઈને કઈક કરવું હતું, અને તેમણે પોતાના મિત્રની મૂર્તિને જેતપુરના સ્મશાનમાં સ્થાપિત કરી દીધી

ફ્રેન્ડશિપ-ડે સ્પેશિયલ : મિત્રના અવસાન બાદ સ્મશાનમાં સ્વ. મિત્રની પ્રતિમા મુકી રોજ પૂજા કરતો મિત્ર..
New Update

મિત્ર એવો શોધો કે, ઢાલ સરીખો હોય... સુખમાં પાછળ પડી રહી અને દુઃખમાં સાથ આપે. આ કહેવત મિત્ર માટે છે, અને આ કહેવતને સાર્થક કરી છે જેતપુરના રહેવાસી ચંદુ મકવાણાએ.. કે, જેમની મિત્રતા જોઈને કૃષ્ણને પણ ઈર્ષા આવે. આજે ચંદુભાઈ પોતાના મિત્રને ભગવાન બનાવીને રોજ પૂજા કરે છે, ત્યારે મિત્રતા દિવસ નિમિત્તે નિહાળો કનેક્ટ ગુજરાતનો વિશેષ અહેવાલ...

આજે ઓગસ્ટ મહિનાનો પહેલો રવિવાર એટલે વિશ્વભરમાં મિત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે અમે વાત કરવાના છે, મૂળ ભાવનગરના અને જેતપુરમાં સ્થાઈ થયેલ ચંદુ મકવાણા અને તેમના સ્વર્ગીય મિત્ર સાથેની મિત્રતાની... રોજ સવારે તમે જેતપુરના સ્મશાનમાં જાવ અને જોવો એટલે ચંદુ મકવાણા એક મૂર્તિની પૂજા કરતા જોવા મળે છે. જે બાદ ચંદુ મકવાણા તેમના રોજિંદા કર્યો અને ધંધા-રોજગાર પર જાય છે. ચંદુભાઈ જે મૂર્તિની પૂજા કરે છે, તે કોઈ ભગવાનની નથી. પરંતુ ચંદુભાઈ માટે તો તે મૂર્તિ ભગવાનથી ઓછી નથી કહીએ તો નવાઈ નહીં. તે મૂર્તિ છે ચંદુભાઈના દિગવંત મિત્ર અપ્પુની. અપ્પુ એ ચંદુભાઈનો બાળપણનો મિત્ર છે, અને હાલ તે આ દુનિયામાં નથી, જ્યારે અપ્પુ જીવિત હતો, ત્યારે ચંદુભાઈ અને અપ્પુ એક બીજા માટે દો જીસ્મ એક જાન હતા.

જોકે, ચંદુભાઈના સુખે સુખી અને ચંદુભાઈના દુખે દુઃખી એવી અપ્પુની મિત્રતા હતી, ત્યારે ચંદુભાઈની દરેક મુશ્કેલીમાં અપ્પુ હમેશા પહેલા રહેતા હતા. ચંદુભાઈ બીમાર પડે તો અપ્પુ 24 કલાક સેવામાં હાજર રહેતા. બન્નેની મિત્રતા જોઈને દરેક વ્યક્તિને ઈર્ષા થતી હતી. એક દિવસ અકસ્માતમાં જીગર જાન મિત્ર અપ્પુનું અવસાન થયું, અને આજે ચંદુભાઈ એકલા થઈ ગયા. મિત્રની મિત્રતા કાયમ અમર બનાવવા માટે ચંદુભાઈને કઈક કરવું હતું, અને તેમણે પોતાના મિત્રની મૂર્તિને જેતપુરના સ્મશાનમાં સ્થાપિત કરી દીધી, જ્યાં રોજ પૂજા કર્યા બાદ પશુઓને ઘાસચારો અને ઝૂપડપટીમાં બાળકોને ચોકલેટનું વિતરણ કરવાનું શરૂ કર્યું.

ચંદુભાઈ તેમના દિગવંત મિત્રની મૂર્તિને સ્મશાનમાં સ્થાપિત કર્યા બાદ પણ અટક્યાં નથી, અને તેઓ એ મિત્રને અમર બનાવવા માટે તેવો એ પોતાના તમામ ધંધા અને વેપારનું નામ અપ્પુના નામ પરથી જ શરૂ કર્યું છે. જેમાં અપ્પુ કન્સ્ટ્રક્શન, અપ્પુ એન્ટરપાઈજ વગેરે ધંધાકીય સાહસો અપ્પુના નામે જ રાખ્યા છે, ત્યારે આજે મિત્રતા દિવસે પણ ચંદુભાઈની સ્વર્ગીય અપ્પુની મિત્રતા જોઈને કોઈને પણ ઈર્ષા થાય, ત્યારે દરેક વ્યક્તિ આ બન્ને મિત્રોની મિત્રતાના વખાણ કર્યા વગર રહેતા નથી.

#GujaratConnect #Rajkot Samachar #rajkot news #GujaratiNews #Jetpur News #Friendship-Day Special #Jetpur Samachar #મિત્રની મૂર્તિ
Here are a few more articles:
Read the Next Article