રાજકોટ અગ્નિકાંડમાં પરાપિપળિયા ગામના જય ઘોરેચાનું મોત થતાં પરિવારે ભારે હૈયે જુવાનજોધ પુત્રના અંતિમસંસ્કાર કર્યા

આરોપીઓ સામે ફાંસી કરતાય જો કોઈ બીજી સજા થતી હોય તો થવી જોઈએ:જયના પિતરાઇ કાકા

New Update
રાજકોટ અગ્નિકાંડમાં પરાપિપળિયા ગામના જય ઘોરેચાનું મોત થતાં પરિવારે ભારે હૈયે જુવાનજોધ પુત્રના અંતિમસંસ્કાર કર્યા

પરાપિપળિયા ગામના જયંત ઉર્ફે જય અનિલભાઈ ઘોરેચાનું પણ TRP ગેમઝોન અગ્નિકાંડમાં મોત થયું છે. જેનો DNA રિપોર્ટ આવી જતા તેના પરિવારને મૃતદેહ સોંપ્યો હતો. આજે રૈયા ગામ સ્મશાન ખાતે તેની અંતિમવિધિ કરવામાં આવી હતી. જય ઘોરેચા ધ્રોલ તાલુકાના જાયવા ગામના મિત્રો સાથે TRP ગેમ ઝોનમાં રમત ગમ્મત માટે ગયો હતો અને આગમાં મૃત્યુ પામ્યો હતો.

જયના પિતરાઈ કાકા નીતિનભાઈ ગજ્જરે જણાવ્યું હતું કે, આરોપીઓ સામે ફાંસી કરતાય જો કોઈ બીજી સજા થતી હોય તો થવી જોઈએ. કારણ કે, આ કોઈ એક વ્યક્તિના ગુનેગાર નથી. અનેક પરિવારના ગુનેગારો છે. અનેક વ્યક્તિના જીવ લીધેલા છે. આરોપીઓ સામે સખતમાં સખત ફાંસી કરતા વધુ સજા થઈ શકતી હોય તો થવી જોઈએ. જય તેના પરિવારમાં ત્રણ ભાઈ-બહેનમાં સૌથી નાનો ભાઈ હતો. તેના પછી મોટી બહેને અને તેના પછી મોટો ભાઈ છે. મૂળ ધ્રોલના જાયવા ગામના છે અને રાજકોટ શિફ્ટ થયા તેને હજી બેથી ત્રણ વર્ષ જ થયા છે. અને બે મહિના પહેલા તેના પિતાનું પણ અકાળે અવસાન થયું હતું

Latest Stories