રાજકોટ : TRP ગેમઝોનમાં ભીષણ આગની દુર્ઘટનામાં 24 લોકોના મોતનો મામલો, રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના...

New Update
રાજકોટ : TRP ગેમઝોનમાં ભીષણ આગની દુર્ઘટનામાં 24 લોકોના મોતનો મામલો, રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના...

રાજકોટના કલાવાડ રોડ પર આવેલ TRP ગેમઝોનમાં વિકરાળ આગ લાગવાની ઘટના ઘટી છે. ભીષણ આગના કારણે ગેમઝોનમાં રહેલા માસૂમ બાળકો સહિત અનેક લોકો ફસાયા હતા.

રાજકોટના TRP ગેમઝોનમાં આગ લાગતા ભારે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. ગેમઝોનમાં આગ ફાટી નીકળતા 24 લોકોના મોત થયા છે. ગોઝારી ઘટનાના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. આ સાથે જ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ પણ બચાવ-રાહત કામગીરી માટે તંત્રને આદેશ આપ્યા છે. આગની દુર્ઘટનામાં મૃતકોને 4 લાખ રૂપિયા તેમજ ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયા સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. તો બીજી તરફ, બનાવના પગલે રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી પણ રાજકોટ ખાતે જવા રવાના થયા હતા. રાજકોટના TRP ગેમઝોનની ગોઝારી ઘટનાના પગલે સમગ્ર રાજ્યનું તંત્ર હચમચી ઉઠ્યું છે, ત્યારે કેટલાક સ્થળે ચાલતા ગેમઝોનને પણ તાત્કાલિક અસરથી બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, પાણી પહેલા પાળ નહીં બંધાતા રાજ્યમાં આવી દુર્ઘટનાઓ સર્જાતી રહે છે. જેમાં અનેક માસુમોને પોતાનો જીવ ગુમાવવાનો વારો પણ આવે છે, ત્યારે હવે સમગ્ર રાજ્યમાં આવેલા ગેમઝોન, શોપિંગ મોલ, મલ્ટીપ્લેક્સ, પાર્ટીપ્લોટ સહિત શાળા અને ક્લાસીસમાં પૂરતા પ્રમાણમાં સલામતીના સાધનો છે કે નહીં, તે અંગે પણ સરકાર તપાસના આદેશ આપી તેમ શકે છે.

Latest Stories