રાજકોટ: પંજાબ નેશનલ બેંકમાં ગ્રાહકે શર્ટ કાઢી વિરોધ નોંધાવ્યો

રાજકોટમાં પીએનબી બેંકે 25 લાખ રૂપિયા ચાંઉ કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.ફરિયાદીએ શર્ટ અને ગંજી કાઢી બેંકમાં જઈ વિરોધ નોંધાવતા દોડધામ મચી જવા પામી હતી

New Update

રાજકોટમાં પંજાબ નેશનલ બેન્કએ 25 લાખ રૂપિયા ચાઉ કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે ત્યારે ફરિયાદીએ બેંકમાં પહોંચી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો

રાજકોટમાં પીએનબી બેંકે 25 લાખ રૂપિયા ચાંઉ કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.ફરિયાદીએ શર્ટ અને ગંજી કાઢી બેંકમાં જઈ વિરોધ નોંધાવતા દોડધામ મચી જવા પામી હતી.ફરિયાદીએ પીએનબીના ઓક્શનમાં ૭૧લાખ રૂપિયાનો ફ્લેટ લીધો હતો.આકાશવાણી ચોકમાં આવેલ શાંતિ હાઈટમાં પીએનબી ઓક્શનનો ફ્લેટ લીધો હતો.25 લાખ રૂપિયા ફોર ફીટ થઈ ગયા હોવાનું બેંકના અધિકારીઓએ જણાવ્યું હતું ત્યારે 25 લાખ રૂપિયા બાબતે બેંકકર્મી યોગ્ય જવાબ ન આપતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા અને પૂરેપૂરી રકમ વ્યાજ સાથે મળે તેવી માંગ કરવામાં આવી છે
Latest Stories