Connect Gujarat
રાજકોટ 

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ-4ના પેપર લીક મામલે ABVPનો હલ્લાબોલ...

સૌરાષ્ટ્ર યુનિ.ની BCA સેમ-4ની પરીક્ષાના 3 પેપર પરીક્ષા પૂર્વે ફૂટી ગયાના આક્ષેપ થતાં ઉચ્ચ શિક્ષણ જગતમાં સનસનાટી મચી જવા પામી છે.

X

સૌરાષ્ટ્ર યુનિ.ની BCA સેમ-4ની પરીક્ષાના 3 પેપર પરીક્ષા પૂર્વે ફૂટી ગયા હોવાના આક્ષેપ સાથે રાજકોટ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

સૌરાષ્ટ્ર યુનિ.ની BCA સેમ-4ની પરીક્ષાના 3 પેપર પરીક્ષા પૂર્વે ફૂટી ગયાના આક્ષેપ થતાં ઉચ્ચ શિક્ષણ જગતમાં સનસનાટી મચી જવા પામી છે. આ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા અગાઉ યુનિ. ખાતે આધાર પુરાવા સાથે રજુઆત કરવામાં આવી હતી. તેમજ આગેવાનો દ્વારા આ મામલે યુનિ.માં મોરચો માંડવામાં આવ્યો હતો. BCA સેમ-4ના પેપર લીકને લઈ અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કે, કાયદાકીય કાર્યવાહી નહીં થતાં રાજકોટ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના અધ્યક્ષ ધરમ સોઢિયાની આગેવાની હેઠળ ABVPના કાર્યકરોએ યુનિ ખાતે હલ્લાબોલ કર્યો હતો. જોકે, આ પ્રકરણમાં પેપર લીક થયાના આક્ષેપ યુનિ.ના સતાધીશો દ્વારા નકારી કાઢવામાં આવ્યા હતા. તેમજ આ મુદ્દે કડક પગલા લેવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.

Next Story