Connect Gujarat
રાજકોટ 

રાજકોટ : કટ્ટરવાદનો વિરોધ કરવા નીકળેલું ટોળુ બન્યું બેકાબુ, પોલીસને કાઢવી પડી રિવોલ્વર

રેલીમાં સામેલ થયેલાં લોકોએ ગેલેકસી સિનેમા પાસે દુકાનો બંધ કરાવવાનો પ્રયાસ કરતાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.

X

રાજકોટમાં કિશન ભરવાડના સમર્થનમાં નીકળેલી રેલી હિંસક બની હતી. રેલીમાં સામેલ થયેલાં લોકોએ ગેલેકસી સિનેમા પાસે દુકાનો બંધ કરાવવાનો પ્રયાસ કરતાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. ટોળાને વિખેરવા પોલીસને રીવોલ્વર કાઢવાની પણ ફરજ પડી હતી.

ધંધુકાના કિશન ભરવાડની હત્યા બાદ રાજયભરમાં વિરોધ પ્રદર્શનો યોજાઇ રહયાં છે. રાજકોટમાં પણ સોમવારના રોજ વિવિધ સંગઠનો તરફથી રેલી કાઢવામાં આવી હતી. રેલીનો ઉદ્દેશ હતો કે કિશન ભરવાડના હત્યારાઓને કડકમાં કડક સજા થાય..

રેલીને ધ્યાનમાં રાખી રાજકોટ પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ખડકી દીધો હતો. રેલી તેના નિયત રૂટ પર આગળ વધી રહી હતી તે વેળા ગેલેકસી સિનેમા પાસે ટોળાએ દુકાનો બંધ કરાવવાનો પ્રયાસ કરતાં મામલો બિચકયો હતો. રેલીમાં સામેલ લોકો પોલીસ સાથે ઘર્ષણ પર ઉતરી આવતાં લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ટોળાને કાબુમાં લેવા પોલીસ ઇન્સપેકટરે રીવોલ્વર પણ તાકી દીધી હતી. હાલ આ વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહયો છે..

બીજી તરફ રાજકોટ પોલીસનું કહેવું છે કે, ટોળાએ 3 દુકાનોને નુકશાન પહોંચાડયું છે. આ ઉપરાંત ટોળાના હુમલામાં પ્રદ્યુમનનગર પોલીસના પીએસઆઈ કે.ડી.પટેલ થયા ઈજાગ્રસ્ત થયા છે. કલેક્ટરને રજુઆત બાદ અચાનક ટોળું ઉગ્ર બની ગયું હતું અને જિલ્લા પંચાયત ચોક નજીક ટોળા દ્વારા દુકાનો બંધ કરવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. જેને લઈને રસ્તાઓ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડતા પોલીસે હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.

Next Story