/connect-gujarat/media/post_banners/402a2d8e4644e83666f8c20cd1a4321d3d588318e7ece54bbfd1b740f232ef6c.webp)
ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે, ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ ગુજરાતના પ્રવાસે છે. રાજકોટમાં કેન્દ્રીય ચૂંટણી પંચની 7 જિલ્લાના અધિકારીઓ સાથે નાયબ ચૂંટણી કમિશનર રુદયે કુમારની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.
કેન્દ્રિય ચૂંટણી પંચની ટીમ 4 દિવસ ગુજરાતના પ્રવાસે છે, અને તાબડતોબ બેઠકો થઈ રહી છે, ત્યારે રાજકોટ ખાતે બેઠકમાં પ્રિન્સીપાલ સેક્રેટરી એસ.બી.જોષી તેમજ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતી પણ જોડાયા હતા. આ બેઠક દરમ્યાન 7 જિલ્લાની ચૂંટણી લક્ષી સમીક્ષા કરવામાં આવી હતી. તેથી 7 જિલ્લાના કલેક્ટર અને પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હાલમાં જ હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ છે, અને હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો પણ નજીકના દિવસમાં જાહેર થશે તેવી શક્યતા છે, ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચ તમામ તૈયારીઓમાં વ્યસ્ત થયું છે. મતદાર યાદી સહિતના કામોને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.