રાજકોટ જિલ્લાના સરધાર સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં એક સાથે 3 વર્લ્ડ રેકોર્ડ નોંધાયા હતા. અમેરિકા વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશને જેની નોંધ લીધી હતી. આ પ્રસંગે ગુજરાત રાજ્યના મહામહીમ રાજ્યપાલ આચાર્ય દેવરત વિશેષ ઉપસ્થતિ રહ્યા હતા. વિશ્વ ભરમાં વર્લ્ડ રેકોર્ડ કરાવવામાં અગ્રેસર તથા વર્લ્ડ રેકોર્ડ બ્રેક કરવામાં અમેરિકા સ્થિત વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન મોખરે સ્થાન ધરાવે છે. વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન અમેરિકા વિવિધ ક્ષેત્રે કામ કરી રહી છે, ત્યારે રાજકોટ જિલ્લાના સરધાર સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના આઠમા દિવસે અમેરિકાની વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગોનિઝશન દ્વારા 3 વર્લ્ડ રેકોર્ડ નોંધણીના સર્ટિફિકેટ પ.પૂ. સદ. સ્વામી નિત્યસ્વરૂપદાસજીના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.
જેમાં સંપ્રદાયમાં અને હિન્દુ ધર્મમાં અત્યાર સુધીમાં સૌથી વધારે પેજ ધરાવતી કંકોત્રીનો સમાવેશ થયો છે. આ કંકોત્રી 117 પેજની બનાવાવમાં આવી છે. તેનો રેકોર્ડ સરધાર મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ દરમ્યાન વર્લ્ડ રેકોર્ડ નોંધી સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું. તો બીજો વર્લ્ડ રેકોર્ડ સ્વામિનારાયણ સંપ્રદાયની હસ્તલિખિત સૌથી નાની અને સૌથી ઓછો વજન ધરાવતી શિક્ષાપત્રી બનાવવામાં આવી જેનો અમેરિકા સ્થિત વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા વર્લ્ડ રેકોર્ડ નોંધી સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું. આ સાથે જ ત્રીજો વર્લ્ડ રેકોર્ડ પ.પૂ. સદ્. સ્વામી નિત્યયસ્વરૂપ દાસજી દ્વારા સતત એક જ વિષય ઉપર 621 ઘર સભા કરીને સૌના જીવન પરિવર્તન થાય એ હેતુથી ઘરસભા કરવામાં આવી હતી. જેની નોંધ અમેરિકાની વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશને લઇ સર્ટિફિકેટ એનાયત કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ મહામહિમ આચાર્ય દેવવ્રત અને લખો હરિભક્તોની હાજરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અમેરિકાની વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશનના ફાઉંન્ડર અને CEOની સૂચનાથી અધિકારીઓ સરધાર સ્વામિનારાયણ મંદિર સ્થિત 2 દિવસથી હાજર રહ્યા હતા. જેમાં વસીમ મલેક, ભરતસિંહ પરમાર સહિતના આગેવાનોને વર્લ્ડ રેકોર્ડ સર્ટીફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.