રાજકોટ: નેશનલ ગેમ્સ માટે રંગીલી નગરી તૈયાર, જુઓ સ્પર્ધકો કેવી રીતે વહાવી રહ્યા છે પરસેવો

રાજકોટમાં નેશનલ ગેમ્સ અંતર્ગત સ્વિમિંગની વિવિધ કેટેગરી માં સ્પર્ધા યોજાયો જે અંતર્ગ તૈયારીઓને આખી ઓપ આપવામાં આવી રહયો છે

New Update

36મી નેશનલ ગેમ્સ ના યજમાન રાજ્ય ગુજરાતમાં આયોજન અને તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. બીજી બાજુ રમતવીરો પણ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપવા દિવસ-રાત તૈયારી કરી રહ્યા છે. રાજકોટમાં સ્વિમિંગ અને હોકીની ઈવેન્ટ યોજાશે તે પહેલા રાજ્યના ખેલાડી સ્વિમિંગમાં ગુજરાતનું ગૌરવ વધારવા કેમ્પમાં ટ્રેઈનીંગ લઇ રહ્યા છે. રાજકોટમાં 2જી ઓક્ટોબરથી 9મી ઓક્ટોબર દરમ્યાન સ્વીમિંગ અને હોકીની મળી કુલ 51 જેટલી ઈવેન્ટ યોજાશે. જેમાં 2600 થી વધુ સ્પર્ધકો, કોચ, સ્પોર્ટ્સ અધિકારીઓ રાજકોટના મહેમાન બનશે. રાજકોટની આ ઇવેન્ટ પૂર્વે અમદાવાદમાં નેશનલ ગેમ્સ કેમ્પ ચાલી રહ્યો છે જેમાં સ્વિમર તાલીમ લઈ રહ્યા છે. ગુજરાતના ખેલાડીઓ સ્વિમિંગમાં સારુ પ્રદર્શન કરી શકે તે માટે ગુજરાત સરકાર ખેલાડીઓને કોચિંગ, ટ્રેઈનીંગ સહિતની જરૂરી સુવિધા આપી રહી છે. જેથી સ્પર્ધકોમાં નવું જોમ જોવા મળી રહ્યું છે.

Latest Stories