રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની બહાર કોંગ્રેસના દેખાવો, સરકાર વિરૂધ્ધ નારેબાજી

ભાજપના સુશાસન સપ્તાહની સામે કોંગ્રેસના પણ કાર્યક્રમો, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની બહાર કાર્યકરોનું વિરોધ પ્રદર્શન

New Update
રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની બહાર કોંગ્રેસના દેખાવો, સરકાર વિરૂધ્ધ નારેબાજી

ભાજપના સુશાસન સપ્તાહની ઉજવણીની સમાંતર કોંગ્રેસ પણ કાર્યક્રમો આપી રહયું છે. અમદાવાદમાં અમિત ચાવડાની આગેવાનીમાં તો રાજકોટમાં પરેશ ધાનાણીની અધ્યક્ષતામાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું. અને વિરોધનો મુદ્દો હતો રાજયમાં શિક્ષણના થઇ રહેલાં વ્યાપારીકરણ અને ખાનગીકરણનો.

રાજયમાં એક તરફ ભાજપ દ્વારા સુશાસન સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યા છે. રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી પણ જોડાયા હતાં. કોંગી આગેવાનો તથા કાર્યકરો હાથમાં પોસ્ટર્સ લઇને આવ્યાં હતાં.

કોંગ્રેસનો કાર્યક્રમ શરૂ થાય તે પૂર્વે જ યુનિવર્સીટી વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. વિરોધ પ્રદર્શન કરી રહેલાં આગેવાનો તથા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. પોલીસે દરમિયાનગીરી કરતાં કાર્યકરો અને પોલીસજવાનો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. પરેશ ધાનાણીએ રાજય સરકારની ખાનગીકરણની નિતિનો સખત શબ્દોમાં વિરોધ કર્યો હતો.

Latest Stories