/connect-gujarat/media/post_banners/ab4888168f8aea83a1679d452ee6200430bd3d5c1b108a064fd4cd87a22dbb2e.jpg)
રાજકોટમાં કોરોનાના કારણે કોમામાં સારી પડેલા પ્રોફેસરના પરિવારજનોની પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી.
રાજકોટ શહેરમાં કોરોનાના કારણે ચાર મહિનાથી એવીપીટીઆઇ કોલેજના પ્રોફેસર રાકેશ વઘાસીયા કોમામાં સરી પડ્યા છે ત્યારે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પ્રોફેસર રાકેશ વઘાસીયા અને તેમના પરિવારજનોની મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય અને કોંગ્રેસના આગેવાનો સાથે રહ્યા હતા.
હાર્દિક પટેલ પ્રોફેસર રાકેશ વઘાસીયાની પત્ની તેમજ પાંચ વર્ષની બાળકીને સાંત્વના આપી હતી. તેમજ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સરકારે પ્રોફેસરનો જે પગાર જે કારણોસર લટકાવી રાખ્યો છે તે તાત્કાલિક અસરથી તેમને મળવો જોઈએ તેમજ વઘાસિયા પરિવારની પાંચ વર્ષની દીકરીને રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ રાજકોટની કોઈ સારી શાળામાં પ્રવેશ પણ મળવો જોઈએ.