Connect Gujarat
રાજકોટ 

રાજકોટ : પાયલોટે તો ભારી કરી… પાયલોટની ડ્યૂટી પૂરી થતાં ફ્લાઇટ રદ, 3 સાંસદો સહિત 100 મુસાફરો રાજકોટ એરપોર્ટ પર રઝળ્યાં...

રાજકોટ : પાયલોટે તો ભારી કરી…   પાયલોટની ડ્યૂટી પૂરી થતાં ફ્લાઇટ રદ, 3 સાંસદો સહિત 100 મુસાફરો રાજકોટ એરપોર્ટ પર રઝળ્યાં...
X

ગઈકાલે એટલે કે રવિવારે સાંજે રાજકોટ એરપોર્ટ પર દિલ્હીથી આવેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ લેન્ડ થઈ હતી. દિલ્હીથી આવેલા મુસાફરો ફ્લાઇટમાંથી ઉતરી ગયા બાદ દિલ્હી જનારા મુસાફરો બેસી ગયા હતા. સાંસદ મોહનભાઈ કુંડારિયા, પૂનમબેન માડમ અને કેસરીદેવસિંહ સહિત 100થી વધુ યાત્રિકો દિલ્હી જઈ રહ્યા હતા.

આ દરમિયાન એરપોર્ટ પર એક એવી ઘટના બની કે જેના કારણે આખી ફ્લાઇટ જ રદ કરી દેવી પડી. હકીકતમાં એર ઇન્ડિયાની આ ફ્લાઇટના મુખ્ય પાયલોટે ડ્યુટી પૂરી થઈ ગઈ હોવાથી એટલે કે કામના કલાકો પૂરા થઈ ગયા હોવાથી આ ફ્લાઇટને રાજકોટથી દિલ્હી લઈ જવાની ઘસીને ના પાડી દીધી હતી.

આ દરમિયાન ફ્લાઇટમાં સવાર ત્રણ સાંસદો મોહનભાઈ કુંડારિયા, પૂનમબેન માડમ અને કેસરીદેવસિંહ ઝાલાએ આ પાયલોટની સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમની સાથે જ એરપોર્ટના અધિકારીઓએ પણ પાટલોટને મનાવવાની કોશિશ કરી હતી. ત્રણ કલાક સુધી અધિકારી અને સાંસદ દ્વારા પાયલોટને માનવવાનો પ્રયાસ કરવા છતાં તેઓ ટસના મસ થયા નહોંતા. પરિણામે રાજકોટ-દિલ્હીની ફ્લાઇટ રદ કરવામાં આવી હતી.

Next Story