ધુળેટીના પર્વમાં છવાયો માતમ
રાજકોટમાં બની ગોઝારી આગની ઘટના
એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં ભીષણ આગ
ત્રણ લોકોના જીવ આગમાં હોમાયા
ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવ્યું રેસ્ક્યુ
રાજકોટમાં 150 ફૂટ રિંગરોડ પર આવેલી એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં પાંચમાં અને છઠ્ઠા માળે આગ લાગી છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરની ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ફાયરની ટીમ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો.આગમાં અત્યાર સુધીમાં ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટના 150 ફૂટ રોડ પરના એટલાન્ટિસ બિલ્ડિંગના D બ્લોકના છઠ્ઠા માળે 603 નંબરના ફ્લેટમાં આગ લાગીહતી. ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ઉપરના માળે ફસાયેલા લોકોને હાઇડ્રોલિક લિફ્ટ મારફતે નીચે ઉતાર્યા હતા.હાલ, ફાયરની ટીમ સાથે એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી હતો. આગમાં અત્યાર સુધી ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા છે, જેને નજીકની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, હજુ સુધી આગ લાગવાનું કોઈ નક્કર કારણ સામે નથી આવ્યું.આગ કાબુમાં આવ્યા બાદ ફાયર અને પોલીસની ટીમ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.