Connect Gujarat
રાજકોટ 

રાજકોટ : માતાએ 2 માસૂમ બાળકો સાથે કર્યું અગ્નિસ્નાન, ગૃહ કલેશ કે અન્ય કોઈ કારણ જવાબદાર..!

સામુહિક આપઘાતની ઘટનાથી પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. માતાએ 2 માસુમ સંતાનો સાથે સામુહિક આપઘાત કરી લેતા

X

રાજકોટની ભાગોળે કુવાડવા રોડ પર આવેલ નાકરાવાડી વિસ્તારમાં રહેતા એક પરિવારમાં સામુહિક આપઘાતની ઘટનાથી પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. માતાએ 2 માસુમ સંતાનો સાથે સામુહિક આપઘાત કરી લેતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, કુવાડવા રોડના નવાગામ-સોખડા પાસે નાકરાવાડી રણુજા મંદિર પાછળ કોળી પરિવારમાં રહેતી 28 વર્ષીય મહિલા દયાબેન વિજયભાઇ ડેડાણીયાએ પોતાના પુત્ર મોહિત અને ધવલ સાથે સળગીને સામુહિક આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ છે. બનાવની જાણ થતા જ કુવાડવા પોલીસ મથકના પી.આઈ. એન.એન.ચુડાસમા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી તપાસ આરંભી છે. જોકે, પ્રાથમિક તપાસમાં ગૃહ કલેશના કારણે આ ગંભીર પગલુ ભર્યું હોવાની વિગતો બહાર આવી છે. ઘટનાના પગલે દયાબેનના પિતા પણ નાકરાવાડી દોડી આવ્યા હતા. જોકે, મૃતકના પિતાએ પોલીસ સમક્ષ આપઘાત પાછળ ગૃહ કલેશ જવાબદાર હોવાની વાતને નકારી છે. પુત્રીના લગ્ન બાદ આજદિન સુધી કોઈ પ્રશ્ન નહીં હોવાની અને ક્યારે પણ આ બાબતે કોઈ ફરિયાદ પણ નહીં હોવાનું જણાવ્યું હતું. આ બનાવ પાછળનું ચોક્કસ કારણ જાણવા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

Next Story